Get The App

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા 1 - image


Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય વિમાન જે બી.જે મેડિકલની હોસ્ટેલમાં ક્રેશ થયું ત્યાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દુર્ઘટનાના 17 દિવસ બાદ આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિજ્યા છે અને તમામ લોકોના પાર્થિવદેહને સન્માનભેર પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.

260 મૃતકોની કેવી રીતે કરાઈ ઓળખ? 

ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, 12મી જૂને એર ઈન્ડિયાના પ્લેનક્રેશની ઘટનામાં કુલ 260 જેટલા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ 260 પરિજનોનામાં 241 મુસાફર હતા અને 19 જેટલા નોન પેસેન્જર હતા. જેમાંથી 6 જેટલાં મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા તેમના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી તેવા 254 જેટલા લોકોને પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરીને મૃતદેહોને સોંપી દેવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે, શિવકુમારને સોંપાશે સત્તા: કોંગ્રેસ ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું

દરેક વિભાગના સંકલનથી દર્દનાક ઘટનાનો આટોપી શક્યા

આ વિશે વધુ વાત કરતા મંત્રીએ કહ્યું કે, 'આ તમામ ઘટનામાં આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, AMCની ટીમ, સ્વંયસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ જે રીતે આખી આ ઘટનાની અંદર મદદ કરી અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આપણે આ દર્દનાક ઘટનાને આટોપી શક્યા છીએ. એમાં પણ જ્યારે પરિજનો ખૂબ દુઃખી હાલતમાં હોય ત્યારે તેમની મદદમાં સમયસર તેમના પરિજનોના પાર્થિવદેહની માંગણીને પૂરી કરી શક્યા છીએ. આ સિવાય છેલ્લો મૃતદેહનો ડીએનએ મેચ થતા તે પાર્થિવ શરીરની પણ પરિવારને સોંપણી કરવામાં આવી છે.'

સંસ્થાઓ અને મદદે આવનારા લોકોનો માન્યો આભાર

આ સિવાય ઋષિકેશ પટેલે દુર્ઘટનામાં મદદે આવેલા આરોગ્ય કર્મી, એફએલની ટીમ, એએમસીની ટીમ, સ્વયંસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોની સરાહના કરી. તેમજ આ દુર્ઘટનામાં નાની- મોટી મદદ કરનારાનો પણ આભાર માન્યો.

આ પણ વાંચોઃ જોતજોતાંમાં નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, 162 બાળકોનું કરાયું રેસ્ક્યૂ: જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ

મૃતકોની વિગત

જે 260 લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા તેમાંથી 160 ભારતીય હતા, 7 પોર્ટુગીઝ હતા, 52 બ્રિટિશ અને 1 કેનેડિયન હતાં. આ જુદા દેશોના નાગરિકોને પણ તેમને જોઇતી તમામ મદદ પૂરી પાડીને તેમના પાર્થિવ દેહોને સમયસર તેમના ઘર સુધી પહોંચાડી શકાયા છે. 


Tags :