ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો
Vadodara Fraud Case : ઓનલાઇન ટાસ્કના નામે શરૂઆતમાં થોડી ઘણી રકમ ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યા બાદ ડિપોઝિટના નામે ઠગાઈ કરતી ટોળકી દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલા એક ઠગાઈના બનાવમાં પોલીસે બેંક એકાઉન્ટ ખોલાવી આપનાર ભેજા બાજને ઝડપી પાડ્યો છે.
ઓનલાઇન ટાસ્ક આપવાના નામે થોડા સમય પહેલા એક વ્યક્તિ સાથે 6.95 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બનાવવાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેની વિગતો તપાસી ઠગ ટોડકી દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ ખોલાવી આપનાર રાજકોટના ધોરાજી ખાતે રહેતા નવાબ વાહીદભાઈ પાનવાલાને ઝડપી પાડ્યો છે. પોલીસે આ બેન્ક એકાઉન્ટની રકમ કોને ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમ દિશામાં તપાસ હાથ ધરી છે.