Get The App

અમદાવાદમાં અસ્થાયી રૂપે બંધ મેટ્રો સેવા ફરી શરુ, વીજ કેબલની ચોરી થતાં પ્રભાવિત થઈ હતી સેવા

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં અસ્થાયી રૂપે બંધ મેટ્રો સેવા ફરી શરુ, વીજ કેબલની ચોરી થતાં પ્રભાવિત થઈ હતી સેવા 1 - image


Ahmedabad Metro Update: અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરુ કરવામાં આવી છે. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી તેને રાબેતા મુજબ શરુ કરી દેવાયો છે. 

ફરી શરુ કરાઈ મેટ્રો સર્વિસ

મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં શાહપુરથી જૂની હાઇકોર્ટ સેક્શન વચ્ચે બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી જૂની હાઇકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને જૂની હાઇકોર્ટથી થલતેજ ગામ સુધીની ટ્રેન સેવા પણ ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી હતી. જોકે, ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં ટ્રેન સેવાને કોઈ અસર થઈ નહતી. અમદાવાદ પોલીસ અને GMRCL(Gujarat Metro Rail Corporation Ltd)ના સ્ટાફની મદદથી કર્મચારીઓએ 13:26 વાગ્યે કેબલ બદલી અસ્થાયી રૂપે બંધ સેવાને ફરી નિયમિત ટાઇમટેબલ મુજબ 13:37 વાગ્યે પૂર્વ-પશ્ચિમ ટ્રેન સેવાને રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં મેટ્રોના કેબલની ચોરી, એપરલ પાર્કથી શાહપુર સુધીનો રુટ હાલ પૂરતો બંધ

વહેલી સવારથી અસ્થાયી રૂપે બંધ કરાયો હતો આ રૂટ

બુધવારે (21 મે) રાત્રે શાહપુરથી જૂની હાઇકોર્ટ વિસ્તારમાં મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધ કરવામાં આવી હતી. આ સિવાય થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. 

અમદાવાદમાં અસ્થાયી રૂપે બંધ મેટ્રો સેવા ફરી શરુ, વીજ કેબલની ચોરી થતાં પ્રભાવિત થઈ હતી સેવા 2 - image

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે

મુસાફરોને પડી તકલીફ

નોંધનીય છે કે, ટૂંકા સમયમાં આ પ્રકારે મેટ્રો સેવા બંધ કરવાની જાહેરાતથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઑફિસ જતાં લોકો સવારથી હેરાન થયા અને બાદમાં ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. 

Tags :