Gujarat

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ

By GS TEAM
27 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરની LCB ઝોન-7ની ટીમે એક ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ઉદેપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. સરખેજ વિસ્તારમાંથી પકડાયેલા આ બંને ગેંગસ્ટરો પર ઉદેપુર પોલીસ દ્વારા 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ

Ahmedabad LCB Arrests Two Udaipur Gangsters: અમદાવાદ શહેરની LCB ઝોન-7ની ટીમે એક ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. સરખેજ વિસ્તારમાંથી પકડાયેલા આ બંને ગેંગસ્ટરો પર ઉદયપુર પોલીસ દ્વારા 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

શું હતી ઉદયપુરની ગેંગવોરની ઘટના?

મળતી માહિતી અનુસાર, સાતમી એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા મુદ્દે બે ગેંગો સામસામે આવી ગઈ હતી. ઉદયપુરમાં સક્રિય 'જાવેદ દાંતના' ગેંગ અને 'નઈમ ઠોકર' ગેંગ વચ્ચે થયેલી આ અથડામણમાં સાહિલ આરીફખાન નામના યુવકની છાતીમાં છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસને થાપ આપી ગુજરાતમાં શરણ લેવા ભાગી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ

સરખેજની હોટલ પાસે ગોઠવી વોચ

અમદાવાદ LCB ઝોન-7ની ટીમ જ્યારે સરખેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે ઉદયપુરના બે શંકાસ્પદ શખસો સરખેજની એક ખાનગી હોટલ પાસે દેખાયા છે. પોલીસે કાર્યવાહી કરી હોટલ પાસે વોચ ગોઠવી હતી અને જેવી આ બંને શખસો બહાર નીકળ્યા કે તરત જ તેમને દબોચી લીધા હતા.

ઝડપાયેલા રીઢા ગુનેગારોની પ્રોફાઈલ

નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ (ઉં.વ. 34) નઈમ ઠોકર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા અને લૂંટ સહિતના 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુંદનસિંહ કુશવાહ (ઉં.વ. ૩૨) રીઢો ગુનેગાર છે અને તેની સામે પોલીસ ચોપડે 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ બંને આરોપીઓ લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. અમદાવાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજસ્થાન પોલીસને આ અંગે જાણ કરી છે. આ સફળ કામગીરીને પગલે રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.