Get The App

આજથી 15 દિવસ બંધ રહેશે કૂબેરનગર ITI અંડરપાસ, ત્રણ કિલોમીટર ફરીને જવું પડશે એરપોર્ટ, જાણો વૈકલ્પિક રૂટ

Updated: May 8th, 2025

GS TEAM

Google News
Google News
આજથી 15 દિવસ બંધ રહેશે કૂબેરનગર ITI અંડરપાસ,  ત્રણ કિલોમીટર ફરીને જવું પડશે એરપોર્ટ, જાણો વૈકલ્પિક રૂટ 1 - image

Kubernagar ITI Underpass Close: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા ખાતેના કૂબેરનગર ITI અંડરપાસના રિનોવેશનની કામગીરી શરૂ કરવાને લઈને અંડરપાલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 8 મેથી 15 દિવસ સુધી બંધ રહેશે. આ અંડરપાસ બંધ હોવાથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ જવા માટે વૈકલ્પિક રસ્તોના ઉપયોગ કરવાનો રહેશે. એરપોર્ટ જવા માટે નરોડા રેલવે ઓવરબ્રિજથી ટોયોટા શોરૂમ થઈ કોતરપુર થઈને એરપોર્ટ જઈ શકાશે. જેના માટે સ્થાનિકોએ ત્રણ કિલોમીટર જેટલું ફરીને જવું પડશે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામમાં અનેક જગ્યાએ તિરાડો-ભંગાણ, 180 કરોડની ગ્રાન્ટ CMએ કરી હતી મંજૂર

8 મેથી 22 મે સુધી બંધ રહેશે અંડરપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઉત્તર ઝોનમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર અંડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ) સમારકામ કરવાનું હોવાથી અકસ્માત ટાળી શકાય તે હેતુસર 15 દિવસ બંધ કરવામાં આવશે. 8 મેથી 22 મે સુધી અથવા સમારકામ પૂરૂ ન થાય ત્યાં સુધી અવર-જવર સંપૂર્ણ રીતે બંધ રહેશે. 

આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ રિઝલ્ટ : વડોદરાનું ધો.10નું 76.65 ટકા પરિણામ, 1111 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ

વૈકિલ્પિક માર્ગ

  • ગેલેક્ષી ચાર રસ્તાથી નરોડા રેલવે ઓવરબ્રિજ ટોયોટા શોરૂમ થઇ કોતરપુર ટર્નીંગ થઈ જઈ શકાશે.
  • નરોડા પાટીયાથી કુબેરનગર ક્રોસિંગ થઈ માયા સિનેમા થઈ કોતરપુર ટર્નીંગ તરફ થઈને એરપોર્ટ તરફ જઈ શકાશે.

નોંધનીય છે કે, જ્યાં સુધી અંડરપાસનું સમારકામ પૂરૂ ન થઈ જાય ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે સતત ટ્રાફિક પોલીસે પોઇન્ટ પર ફરજિયાતપણે હાજર રહેવું પડશે.