અમદાવાદમાં 'SIR' ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા

Ahmedabad SIR Work: અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR (Special Intensive Revision)ની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારના 62,59,620 મતદારો માટે 5524 જેટલા બૂથ લેવલ ઓફિસર્સ ફર્મ વિતરણ કામગીરીમાં જોડાયા છે. આ કામગીરી ચોથી ડિસેમ્બરે પૂરી થશે.
આ પણ વાંચોઃ ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે
ગુજરાતમાં SIRની શરૂઆત
બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ફોર્મ ભરાવવાની કાર્યવાહી વખતે મહિલા, અશક્ત નાગરિકો, દિવ્યાંગ અને વડીલોને સુવિધા મળી રહે તે માટે સ્વયંસેવક જૂથોની પણ મદદ લેવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સહિત 12 રાજ્યો માટે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશનું સમય પત્રક જાહેર કરાયું છે. જેને લઈને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજિત કુમાર દ્વારા જિલ્લામાં અસરકારક કામગીરી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તમામ બૂથ લેવલ ઓફિસર્સને તાલીમ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે !


