અમદાવાદના જૂહાપુરામાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drug Bust in Ahmedabad: અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝોન-7 LCB અને સ્થાનિક પોલીસે સાથે ઓપરેશન હાથ ધરીને 504 ગ્રામ MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 50 લાખ જેટલી થાય છે. પોલીસે આ મામલે તોસિફ અહેમદ કાદરી નામના પેડલરની ક્રેટા કાર સાથે ધરપકડ કરી છે.
ઝોન-7 LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે છટકું ગોઠવ્યું હતું. શંકાસ્પદ ક્રેટા ગાડીને આંતરીને જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે ડ્રાઈવર સીટની નીચે સંતાડેલી એક થેલીમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા હતા. FSLની પ્રાથમિક તપાસમાં આ જથ્થો શુદ્ધ MD ડ્રગ્સ હોવાનું પ્રમાણિત થયું હતું.
આ પણ વાંચો: સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, 'ક્રિસ્ટલ મેથ' ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી તોસિફ કાદરી જુહાપુરાનો જ રહેવાસી છે અને અગાઉ પણ NDPSના ગુનાઓમાં પોલીસ હાથે ઝડપાઈ ચૂક્યો છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જ એક વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો અને તે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં છૂટક વેચાણ કરવાનો હતો. હાલ પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.








