Gujarat

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં મહિલાઓની છેડતીના બનાવો વધતાં તેમની સલામતી સામે સવાલો ઊભા થયા છે. નરોડા વિસ્તારમાં પિયર આવેલી એક મહિલાની પડોશમાં રહેતા શખ્સે સીડીમાં હાથ પકડી, પોતાના ઘરે આવવાનું કહીને છેડતી કરી હતી. એટલું જ નહીં, મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપીએ લાજવાના બદલે ગાજીને તેના ભાઈ સાથે મારામારી પણ કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી

Ahmedabad Crime News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં મહિલાઓની છેડતીના બનાવો વધતાં તેમની સલામતી સામે સવાલો ઊભા થયા છે. નરોડા વિસ્તારમાં પિયર આવેલી એક મહિલાની પડોશમાં રહેતા શખ્સે સીડીમાં હાથ પકડી, પોતાના ઘરે આવવાનું કહીને છેડતી કરી હતી. એટલું જ નહીં, મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપીએ લાજવાના બદલે ગાજીને તેના ભાઈ સાથે મારામારી પણ કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડાની એક સોસાયટીમાં રહેતી 20 વર્ષની મહિલાએ કઠવાડા રોડ પર રહેતા રાજેન્દ્રભાઈ નામના શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મહિલા ગઇકાલે સવારે તેના પિયરમાં ભાઈના ઘરેથી દીકરાને લઈને પોતાના ઘરે જઈ રહી હતી. આ સમયે ભાઈની પડોશમાં રહેતા આરોપીએ સીડીમાં મહિલાનો હાથ પકડી 'ચાલ મારા ઘરે' તેમ કહીને ખેંચવા લાગ્યો હતો અને જાહેરમાં શારીરિક અડપલાં કર્યા હતા.

મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો ભાઈ અને સોસાયટીના અન્ય રહીશો દોડી આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ગાળો બોલીને મહિલાના ભાઈ સાથે મારપીટ કરી હતી. મહિલાની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.