Amreli

અમરેલી: 'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે...' ધાર્મિક વિધિના બહાને દંપતીને લૂંટનારા 2 ઝડપાયા, રૂ.75000નો મુદ્દામાલ જપ્ત

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધિ કરવાના બહાને બે શખસોએ એક પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીએ પરિવારને કહ્યું કે, 'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે…' આમ, વિધિ કરવાના બહાને પરિવારને વિશ્વાસમાં લઈને રોકડ તથા સોનાની વીંટી લઈને બંને આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા પરિવારે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.75000 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: 'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે...' ધાર્મિક વિધિના બહાને દંપતીને લૂંટનારા 2 ઝડપાયા, રૂ.75000નો મુદ્દામાલ જપ્ત

Amreli News: અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધિ કરવાના બહાને બે શખસોએ એક પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીએ પરિવારને કહ્યું કે, 'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે…' આમ, વિધિ કરવાના બહાને પરિવારને વિશ્વાસમાં લઈને રોકડ તથા સોનાની વીંટી લઈને બંને આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા પરિવારે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.75000 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના એમ છે કે, 22 જૂન, 2026ના મોટર સાયકલ લઇને લાઠી તાલુકાના ભુરખીયા ગામે આવેલા બે શખસો એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને ગયા હતા. જ્યાં એક વ્યકિત મીની ટ્રેકટર લઇ તેની પત્ની સાથે ઘરના ડેલા પાસે શેરીમાં ઉભો હતો. જેમાં બંને શખસો ઘર આગળ ઉભેલા દંપતી પાસે જાય છે અને તેઓ સરધાર રામાપીરની જગ્યાએથી આવ્યા હોવાનું કહીને પાડરશીંગા ગામે રામાપીરની જગ્યાએ જવાના રસ્તા વિશે પૂછ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ દંપતીને પાણી પીવડાવવા કહ્યું હતું.

'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે…'

જો કે, પાણી પીધા બાદ બંને શખસોએ દંપતીને કહ્યું કે, 'તમારા દિકરાના લગ્ન થયા ત્યારે કોઇએ તમારા પરિવાર ઉપર મેલુ નાખ્યું છે, જેના લીધે તમારો ધંધો સેટ થતો નથી. એટલે તમારે વિધિ કરવી પડશે.' જેમાં દંપતીએ વિધિ કરવાની હા પાડતા, બંને શખસોએ વિધિના બહાને રૂ.20000 તથા એક સોનાની વીંટી લઈને ભાગી ગયા હતા. અંતે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પરિવારે બંને શખસો વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓના નામ

  • દિપકનાથ નારણનાથ ધાંધુ (ઉં.વ.34, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર તા.જસદણ, જિ.રાજકોટ)
  • રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (ઉં.વ.32, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર તા.જસદણ, જિ.રાજકોટ)

રૂ.75000નો મુદ્દામાલ જપ્ત

  • રૂ.20000 રોકડ
  • 2.41 ગ્રામ, રૂ.30000ની કિંમતની એક સોનાની વીંટી
  • ગુનામાં વપરાયેલું આશરે રૂ.25000ની કિંમતનું મોટર સાયકલ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલા બંને આરોપીઓ વિરૂધ્ધ હળવદ પો.સ્ટે. (મોરબી)માં IPCની કલમ 406, 420, 120બી મુજબ, રાજકોટ શહેર બી ડીવી પો.સ્ટે.માં IPCની કલમ 406, 420 હેઠળ અને રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે.માં IPCની કલમ 406, 420, 114 હેઠળ ગુનો નોંધાયેલો છે.