અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad City BJP Organization: રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા પછી ભાજપ સંગઠન, જિલ્લા તેમજ મહાનગર સ્તરે કાર્યવાહી હાથમાં લીધી છે. ત્યારે આજે (14 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ કર્ણાવતી મહાનગરના પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આ નવી ટીમની વરણી કરવામાં આવી છે. આ યાદીમાં શહેરના વિવિધ વૉર્ડના પાયાના કાર્યકરો અને અનુભવી નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ સિવાય 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી, 1 સહ કાર્યાલય મંત્રીની નિયુક્તિ કરાઈ છે. સોશિયલ મીડિયા વિભાગ, આઇ.ટી. વિભાગ, મીડિયા વિભાગમાં પણ ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જની નિમણૂક કરાઈ છે. આ સિવાય યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો અને બક્ષીપંચ મોરચોમાં પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો, રોજના સરેરાશ 199 દર્દી, ચાર વર્ષમાં 10% કેસ વધ્યાં











