Get The App

અમદાવાદ ઍરપૉર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ ઍરપૉર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત 1 - image


Ahmedabad Airport News : ઇન્ટરનેશનલ માર્કેટમાં 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ઝડપાયો છે. કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિદેશથી આવેલા એક ભારતીય પેસેન્જર પાસેથી અંદાજે 20 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઈન્ટેલિજન્સને મળેલી ચોક્કસ બાતમીને પગલે, 20 અને 21 મે 2026ની મધરાતે બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે આવેલા આ મુસાફરને ઍરપૉર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની એક 'કેરિયર' તરીકે કામ કરતો હતો. તે અગાઉ દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો, જ્યાંથી તેનો પ્લાન ફરી દિલ્હી જવાનો હતો.

શંકાસ્પદ મુસાફરના સામાનની તપાસ કરવામાં આવતા તેની ટ્રોલી બેગમાંથી લીલા રંગના સૂકા છોડ ભરેલા કુલ 19 વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. જેનું ટેસ્ટિંગ કરતાં તે ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓએ કુલ 20.366 કિલોગ્રામ વજનનો આ જથ્થો ઘટનાસ્થળે જ કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ આરોપી પેસેન્જર સામે NDPS ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.