Gujarat

અમદાવાદ: મંદિરમાં રીલ્સ શૂટ વિવાદ બાદ ઇન્ફ્લુએન્સર યુવતી પર સોશિયલ મીડિયામાં જાતિવાચક ટિપ્પણી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 28 વર્ષીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર યુવતી સામે સોશિયલ મીડિયા પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં રીલ્સ બનાવવાના વિવાદ બાદ એક ટ્રોલ રીલ નીચે 'રોહન સાહ' નામના યુઝરે વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી. ઇસનપુર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી, તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મંદિરમાં રીલ્સ શૂટ વિવાદ બાદ ઇન્ફ્લુએન્સર યુવતી પર સોશિયલ મીડિયામાં જાતિવાચક ટિપ્પણી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

Ahmedabad Influencer Casteist Remark: અમદાવાદના નારોલ-નરોડા રોડ પર આવેલા મુરલીધર સ્કાય ખાતે રહેતી અને વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ તેમજ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તરીકે સક્રિય 28 વર્ષીય યુવતી સામે સોશિયલ મીડિયા પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરે રીલ્સ બનાવવા અંગેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ટ્રોલ રીલ નીચે વિવાદાસ્પદ કોમેન્ટ કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરના ઇન્સ્ટાગ્રામ પેજ પર શૂટિંગ માટે આમંત્રણ આપતી એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ જોઈને યુવતીએ રીલ બનાવવાની ઈચ્છાથી મંદિરના પેજ પર સંપર્ક કર્યો હતો. મંદિર તરફથી મળેલા નંબર પર વાતચીત કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરના રોજ રાત્રે યુવતી પરિવાર સાથે મંદિરે પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચ્યા બાદ હાજર સેવકોએ તેમને વીડિયો બનાવવાની મનાઈ કરી બહાર જવાનું કહ્યું હોવાનો આક્ષેપ છે. આ ઘટના અંગે યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક વીડિયો અપલોડ કર્યો હતો.

આ વીડિયો બાદ 'આરજે શિવાંગ' નામના યુઝરે યુવતીનો ફોટો વાપરીને તેને ટ્રોલ કરતી રીલ અપલોડ કરી હતી. ત્યારબાદ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ આ વીડિયો અંગે 'રોહન સાહ' નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે યુવતીની જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પોતાની જાતિ પ્રત્યે અયોગ્ય ટિપ્પણી થતાં યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.