Get The App

અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું 1 - image


Ahmedabad News: નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે તેની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 296, સાદા મેલેરિયાના 104 અને ઝેરી મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. આમ, હાલ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 20થી વધુ મચ્છરજન્ય બીમારીના કેસ નોંધાય છે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ

ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ? 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, પ્રમાણે સપ્ટેમ્બર-2024માં 60 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વખતે સપ્ટેમ્બરમાં એકપણ કેસ નોંધાયો નથી. આ વર્ષે કુલ 68342 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસમાં ઝાડા ઉલટી-કમળો અને પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા છે. સપ્ટેમ્બરમાં વટવા, મણીનગર અને દાણીલીમડામાં કોલેરાનો 1-1 કેસ નોંધાઈ ચૂક્યા છે.

બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે છેલ્લા 20 દિવસમાં પાણીના 4985 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાંથી 83 અનફિટ હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે કુલ 59186 સેમ્પલમાંથી 553 અનફિટ થયા છે.

આ પણ વાંચોઃ કપડવંજના ઘડિયામાં અણઘડ રીતે રોડ બનાવાતા મેળામાં પહોંચવું મુશ્કેલ

અમદાવાદમાં કઈ બીમારીના કેટલા કેસ? 

બીમારીસપ્ટેમ્બરઆ વર્ષુ કુલ કેસ
સાદો મેલેરિયા104688
ઝેરી મેલેરિયા17116
ડેન્ગ્યુ2961030
ચિકનગુનિયા017
ઝાડા-ઉલ્ટી1865292
કમળો2762579
ટાઇફોઇડ2593476
કોલેરા3103
Tags :