વડોદરા શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેર ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિરના પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં અપેક્ષિત હતા નહીં તેવા કાર્યકર્તાઓને પણ ઉપસ્થિત રાખવા પડ્યા એટલું જ નહીં મોટા ભાગના કાર્યકર્તાઓ કોઈને કોઈ બહાનું કાઢી પહેલું સત્ર ભરીને ચાલ્યા ગયા હતા અને રાત્રી રોકાણમાં ફરજિયાત રહેવાનું હતું. તેને બદલે માત્ર 20 થી 25 કાર્યકર્તા જ રાત્રિ દરમિયાન રોકાણ કર્યું હતું.
ભાજપ દ્વારા ત્રણ દિવસ કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28મી એ ત્રિમંદિર ખાતે પ્રથમ દિવસે યોજાયેલા વર્ગમાં કાર્યકર્તાઓ જેને અપેક્ષિત હતા તેઓને હાજર રહેવાનું હતું તેમાંથી કેટલાક ગેરહાજર રહેતા જેવો અપેક્ષિત કાર્યકર્તા ન હતા તેવા કાર્યકર્તાઓને વર્ગમાં હાજર રહેવાનો વારો આવ્યો હતો. સંખ્યા બતાવવા માટે અને પ્રશિક્ષણ વર્ગમાં તમામ કાર્યકર્તાઓએ રાત્રિ રોકાણ કરવાનું ફરજિયાત હતું. તેમ છતાં મોટા ભાગના કાર્યકર્તાઓ રાત્રિ રોકાણ કર્યા વગર જ અધવચ્ચેથી ચાલ્યા ગયા હતા કેટલાક કાર્યકર્તાઓને તો વોર્ડ પ્રમુખ કે મહામંત્રીએ એવું કહીને મોકલ્યા હતા કે વર્ગનો પ્રથમ સેશનમાં હાજરી આપીને તમે નીકળી જજો તમને કોઈ રોકશે નહીં પરંતુ સ્થળ પર જ્યારે પ્રથમ સેશન ભરીને કાર્યકર્તાઓ પકડવા ગયા ત્યારે વ્યવસ્થામાં હાજર અન્ય કાર્ય કરતા હોય તેઓને જવાની ના પાડતા કેટલાક સાથે વિવાદ પણ સર્જાયો હતો.
એક કાર્યકર્તાને વોર્ડ પ્રમુખ અને મહામંત્રીએ એવું કહીને મોકલ્યા હતા કે તમે પ્રથમ સેશન ભરીને નીકળી જજો ત્યારે પેલા કાર્યકર્તાએ ખુલાસો કર્યો કે મારી સામેની ફ્લાઈટ છે તેમ છતાં તેઓને હાજરી આપવા મોકલ્યા હતા. આખરે તેઓ પ્રથમ સેશન ભરીને નીકળવા ગયા ત્યારે વ્યવસ્થામાં રહેલા કાર્યકર્તાઓએ તેમને રોકતા તેમણે બેંગ્લોર જવાની ટિકિટ બતાવી પડી હતી અને આ કાર્યકર્તા પાસેથી લેખિતમાં લખાણ કરાવ્યું કે મારે બેંગ્લોર જવાની ફ્લાઈટ હોવાથી હું જઈ રહ્યો છું ત્યારે તે કાર્યકર્તાને જવા દીધા હતા જ્યારે અન્ય કાર્યકર્તાઓએ પણ કોઈને કોઈ બહાનું કાઢીને ધીરે ધીરે ચાલુ વર્ગમાંથી મૂકીને ચૂપચાપ પલાયન થઈ ગયાના કિસ્સા પણ બન્યા હતા. ત્રિમંદિર ખાતે યોજાયેલ પ્રશિક્ષણ વર્ગમાં શહેર ભાજપના એક મંત્રી પણ હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં ઉપસ્થિત એક મહામંત્રીએ તેઓને તમારે આ પ્રશિક્ષણ વર્ગમાં અપેક્ષિત નથી શહેર હોદ્દેદારોનો અલગથી પ્રશિક્ષણ વર્ગ યોજાશે તેમાં તમારે હાજરી આપવાની છે તેમ કહીને ચાલ્યા જવાનું કહેવામાં આવ્યુંનો પણ કિસ્સો બન્યો હતો.
સવારથી પ્રશિક્ષણ વર્ગમાં 60 થી 70 કાર્યકર્તાઓને હાજર રાખવા નું કહેવામાં આવ્યું હતું અને તે પ્રમાણે મોટાભાગના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું કે તમે વર્ગમાં પ્રથમ સેશન ભરવા જઈ આવો પછી નીકળી જજો તે પ્રમાણે મોટાભાગના કાર્યકર્તાઓ પ્રથમ સેશન ભરીને નીકળી ગયા હતા અને સાંજ પડતી આ બાદ માત્ર 20 થી 25 કાર્યકર્તા જ રાત્રિ રોકાણ માટે રોકાયા હતા જેને કારણે પ્રશિક્ષણ વર્ગમાં જ પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિ સર્જાતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.









