દાંતામાં નશામાં ધૂત હાલતમાં શિક્ષકનો વીડિયો વાઈરલ થતાં કાર્યવાહી, સસ્પેન્ડ કરાયો

દારૂ પીધેલી હાલતમાં આ શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો

બાળકોએ ફરિયાદ કરતાં લોકો શાળાની મુલાકાતે ગયાં હતાં

Updated: Dec 23rd, 2022


પાલનપુર, 23 ડિસેમ્બર 2022, શુક્રવાર

રમશે ગુજરાત અને ભણશે ગુજરાત પણ કેવી રીતે? બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક જ જ્યારે સંસ્કાર વિનાનો બની જાય ત્યારે બાળકોને કેવું શિક્ષણ પિરસાશે? ઉત્તર ગુજરાતના દાંતામાં પ્રાથમિક શાળાના એક શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે ચાલુ શાળાએ નશો કરીને આવ્યો હતો. લોકોએ આ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ત્યારે આ નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

લોકો જોધસર શાળામાં મુલાકાત લેવા પહોંચ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાંતા તાલુકાની જોધસર પ્રાથમિક શાળાના એક શિક્ષકનો નશામાં ધૂત હાલતમાં વીડિયો વાયરલ થયો હતો. જોધસર પ્રાથમિક શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ એકથી સાત ધોરણ સુધી અભ્યાસ કરે છે. આ શાળાના બે શિક્ષક અવારનવાર દારૂના નશામાં ધૂત હોવાની ફરિયાદ બાળકો દ્વારા ઘરે કરવામાં આવતી હતી. આ દરમિયાન શાળાના શિક્ષક તેમની ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં હતા. સ્થાનિક લોકો જોધસર શાળામાં મુલાકાત લેવા પહોંચ્યા હતા. એ સમયે શિક્ષક નશામાં ધૂત હતો. 

શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી
આ બાબતે શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરાવી હતી. આવા નશાખોર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો આ વીડિયો સામે આવતાં શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવે એવી લોકમાગ ઊઠી છે. ત્યારે આ શિક્ષકને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 


    Sports

    RECENT NEWS