Get The App

જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું 1 - image

Jamnagar Accident : જામનગર શહેરના સંતોષી માતા મંદિર સર્કલ નજીક મોડીરાત્રે સર્જાયેલા અકસ્માતમાં બેફામ રીતે દોડાવવામાં આવેલી બાઇકે ઓલા સ્કૂટરને ટક્કર મારતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવ અંગે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, હવાઈ ચોક વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ હરીશભાઈ કનખરા પોતાના મિત્ર મયંક વીંછી સાથે ઓલા સ્કૂટર પર જઈ રહ્યા હતા. દરમિયાન સંતોષી માતા મંદિર સર્કલ પાસે સામેથી આવી રહેલા ટુ-વ્હીલર નંબર જીજે-10-ઇડી-5566 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક હંકારી ફરીયાદીના સ્કૂટર સાથે અથડાવ્યું હતું.

અકસ્માતના કારણે ફરીયાદી તથા તેમનો મિત્ર રસ્તા પર પટકાયા હતા. હાર્દિકભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર, ડાબા કાન ઉપર ટાંકાની ઇજા તેમજ ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમના મિત્રને પણ શરીરે મુઢ ઇજાઓ થઈ હતી.

આ બનાવ અંગે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 125એ, 125બી, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.