For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફાર, અનેક સ્થળોએ કેબલમાં શોર્ટ સર્કિટ અને આગ

Updated: Apr 29th, 2024

વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફાર, અનેક સ્થળોએ કેબલમાં શોર્ટ સર્કિટ અને આગ

Image Source: Freepik

વડોદરામાં ગઈ મોડી રાત્રે કેટલાક સ્થળોએ વીજ વાયરમાં શોર્ટ સર્કિટના તેમજ આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વડોદરાના છાણી, ગોરવા, આજવા રોડ, અટલાદરા સહિતના વિસ્તારોમાં વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફારને કારણે શોર્ટ સર્કિટના બનાવ બન્યા હોવાનું મનાય છે. 

સામાન્ય રીતે ફાયર બ્રિગેડને આ પ્રકારના એકાદ બે કોલ મળતા હોય છે. પરંતુ ગઈકાલે રાત્રે છાણી, ગોરવા, અટલાદરા, વારસિયા, આજવા રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં વીજ કેબલ તૂટવાના, શોર્ટ સર્કિટ થવાના કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના ઉપરા છાપરી સાત જેટલા બનાવો બન્યા હોવાના કોલ મળ્યા હતા.

Gujarat