Get The App

'આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું', ચૈતર વસાવાનું નિવેદન

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
'આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું', ચૈતર વસાવાનું નિવેદન 1 - image


Chaitar Vasava on Kinjal Dave engagement: સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ  અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી. આ સભા દરમિયાન દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને ટકોર કરતાં એક નિવેદન આપ્યું છે જેમાં કિંજલ દવેના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 'બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો આપણી દીકરીઓને તો ઘણા સમાજના લોકો લઈ જાય છે, શીખ લેવાની જરૂર છે.' જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

કિંજલ દવેની સગાઈ, અને સમાજિક બહિષ્કારનો કર્યો ઉલ્લેખ

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાયક કલાકાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 'થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવેને બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો જોયું ને તમે. આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે, બધાના ગામોમાંથી લઈ જાય છે' આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિ વાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? 

'મારા નજર સામે લોકો બોલ્યા હતા કે..'

આ સાથે જ AAP ધારાસભ્યએ એક દાખલો આપ્યો હતો કે 'એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી કેટલા લોકો આવેલા અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા તો એક સમાનતાની ધારાની વાત થાય છે UCCની વાત થાય છે અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું.'

આ પણ વાંચો: વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું

'એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપીએ'

આ ઉપરાંત ચૈતર વસાવાએ સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર અંગે પણ આદિવાસી સમાજને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે 'એકવાર ગ્રીન કોરિડોર બનશે. પછી આ લોકો માઈનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. કોરીઓ, કરસરો, ખાણો તમે રાજપાળીમાં જોવો છો ને રસ્તાની હાલત શું છે? ધૂળ કેવી ઉડે છે. એની પરવાનગીઓ આપશે, આપણું ભૂગર્ભ જળ જે કુવાઓ બોરમાં જે જળ છે એ જ આવનારા દિવસોમાં કોરીડોરમાં પછી નવા નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે આ આવશે તે આવશે ફલાણું આવશે જીકણું આવશે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે હવા પ્રદૂષણ થવાનું છે જળ ભૂગર્ભનું જળ નીચું જવાનું છે, આદિવાસીઓ એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપે'