Get The App

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની મહેનત કરી મૃતદેહને બહાર કાઢ્યો

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું 1 - image

પાદરા.પાદરા ડભાસા  ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ૨૫ વર્ષના યુવાને ઝંપલાવી દેતા તેનું મોત થયું છે. 

મળતી માહિતી અનુસાર, પાદરાના ડભાસા ગામે નાસ્તાની દુકાન ચલાવતા  અતુલ ઉર્ફે ભૂરો સુરેશભાઈ પાટણવાડીયા (ઉં.વ.૨૫) એ સાંજે સાડા પાંચ વાગ્યે અગમ્ય કારણોસર ડભાસા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ભૂસકો મારી જીવા દોરી ટૂંકાવી હતી. કયા કારણોસર અતુલે જીવા દોરી ટૂંકાવી તે હજી સ્પષ્ટ થયું નથી.  ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો  ટોળે વળ્યા હતા.  પાદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૃ કરી હતી. બીજી તરફ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા યુવાનની શોધખોળ શરૃ  કરવામાં આવી હતી. ૩ કલાકની જહેમત પછી યુવાન ની લાશ મળી આવી હતી .