નજીવી તકરારમાં ઉશ્કેરાયેલી મહિલાએ પાડોશી પુરુષના પેટ, છાતી અને હાથે ચાકુના ઘા ઝીંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના બાજવા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી નજીવી બોલાચાલીમાં એક મહિલાએ પુરુષ ઉપર ચપ્પુના ઘા ઝીંકતા આસપાસના લોકોએ બચાવી ઇજાગ્રસ્તને સારવાર માટે મોકલ્યો હતો.
બાજવા વિસ્તારમાં ગધેડા ગેટ પાસે ખોડીયાર ટ્રાન્સપોર્ટ નજીક રહેતા ઠાકરભાઈ ઠાકોર નામના યુવકે પોલીસને કહ્યું છે કે ગઈકાલે સવારે ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે નજીકમાં રહેતા લીલાબેન બારોટ આવ્યા ત્યારે મેં તેમને મારા ઘરના સભ્યો પાણી ભરવા આવે છે ત્યારે તમે ગાળો કેમ બોલો છો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.
થોડીવાર બાદ ઘરમાંથી ચપ્પુ લઈને બહાર આવેલા લીલાબેને બેફામ ઉચ્ચારણો કરી મારા પેટના ભાગે ચપ્પુ હુલાવી દીધું હતું. ત્યારબાદ તેમણે છાતી અને હાથના ભાગે પણ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી મેં બચાવવા માટે બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા અને મને બચાવ્યો હતો. પોલીસે આ અંગે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




