Get The App

દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત: ખાનગી હોસ્પિટલની નર્સ દ્વારા સંચાલિત 'રેકેટ'નું ભાંડાફોડ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત: ખાનગી હોસ્પિટલની નર્સ દ્વારા સંચાલિત 'રેકેટ'નું ભાંડાફોડ 1 - image


Ahmedabad News : દીકરી-દીકરો એકસમાન હોવાની વાતો વચ્ચે ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોળકાની રહીશ એવી ખાનગી હોસ્પિટલની નર્સ હેમલતાબહેન દરજી દર્દીઓના ઘરે જઈને અથવા તો બાવળાની હોટલમાં દીકરી હોય તેવી ગર્ભવતી મહિલાઓને ટેબલેટ આપીને ગર્ભપાત કરાવતી હતી. બાવળાના પનામા હોટલમાં ભાવળા એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી ધરપકડ કરી છે. જયારે દરોડો પડાયો ત્યારે જેના ગર્ભપાત થતો હતો તે મહિલા દર્દી અને તેની નણંદને હોસ્પિટલમાં જ અટકાયત હેઠળ રખાયાં છે. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા છેલ્લા ત્રણ વર્ષથી દર્દીના ઘરે જઈને અથવા તો હોટલમાં બોલાવીને માત્ર રૂ.10 હજારમાં જ ગાર્ભપાત કરાવી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેરકાયદે ગર્ભપરિક્ષણમાં દીકરી હોય તો નર્સ દ્વારા ગર્ભપાતના રેકેટમાં કેટલી દીકરીઓનો ભોગ લેવાયો તેની તપાસ ચાલે છે. 

બાવળા-ધોળકા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ 

ભાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને ભાતમી મળી હતી કે નર્સ હેમલતાબેન કલ્પેશભાઈ દરજી ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કૃત્ય કરી રહી છે. ભાવળાની સાણંદ ચોકડી પાસે આવેલા પનામા હોટલમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમીના આધારે પોલીસે તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી સાથે એસઓજીએ પનામા હોટલમાં રેડ કરી હતી. હોટલના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનારા નમંદ એમ ત્રણ લોકોને ભુણ સાથે પડડી પાડવામાં આવ્યાં હતાં. પોલીસને હોટલના રૂમમાંથી ગર્ભપાત માટે વપરાતી દવાની ટેબલેટ ૫ણ મળી આવી હતી. 

દીકરી હોય તો ગર્ભપાત 

ગર્ભવતી મહિલાનું પહેલા ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને ફીમેઇલ માઈલા (ગર્ભમાં માયકી) તો મહિલાનો સંપર્ક કરવામાં હતો. નર્સ અલગ-અલગ હોટલમાં રૂમ ભાડે રાખીને અથવા તો મોટાભાગે દર્દીના પરે જઈ ગર્ભપાત કરતી હતી. મહિલા દર્દીએ બેથી ત્રણ હોસ્પિટલમાં નોકરી કરી હોય તે ઘણી ગર્ભવતી મહિલાઓના સંપર્કમાં હતી. તે પોતે જ ગર્ભવતી મહિલાનો સંપર્ક કરતી હતી. મોટાભાગના કિસ્સામાં સંતાનમાં એક કે બે દીકરીઓ હોય અને ફરી મહિલા કરી ગર્ભવતી હોય ત્યારે બીજુ કે ત્રીજુ બાળક દીકરી જોઈતું ન હોય ત્યારે નર્સ હેમલતાનો હતા. પોલીસનું કહેવું છે કે, હેમલતાબહેન પ્રસૂતિ કરાવી ગયેલી બીઓ અને તેના પરિવારના સંપર્કમાં રહેતી હતી. આથી, દીકરીઓ જ જન્મી હોય તેવા પરિવારો પણ તેનો સંપર્ક કરતાં હતાં. આથી ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરાવીને દીકરી હોય તો નર્સ હેમલતા સગર્ભાના ઘરે જઈને અથવા તો પરિવારના જાજ મતાર ગર્ભપાત કરાવવો સોય તો હોટલ પનામામાં લાવીને રૂમમાં ટેબલેટ આપીને હતી. 

ગેરકાયદે ગર્ભપાત માટે નર્સ 10000 રૂપિયા વસુલતી

ગેરકાયદે ગર્ભપાત માટે નર્સ 10000 રૂપિયા વસુલતી હતી. જો હોટલના રૂમમાં ગર્ભપાત કરાવવાનો હોય તો ગેસ્ટહાઉસ સંચાલક સચિન પટેલને સામાન્ય કરતાં ત્રણગણું બે-અઢી હજાર ભાડું નર્સ હેમલતા ચૂકવતી હતી. આમ, હોટલના માલિક આ સમગ્ર કાર્યવાહીથી રેકેટથી વાકેફ હતા. અગાઉ પણ આ જ હોટલમાં બેથી ત્રણ વખત ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યું હતું માટે હોટલના મફિકને પણ આ સમગ્ર ટેકક્ટમાં ગુનામાં આવ્યા છે. ગેસ્ટહાઉસના રૂમ જે ભાડાંથી અપાતાં હતાં તેના કરતાં ત્રણગણો ચાર્જ વસુલીને રૂમ આપનાર ગેસ્ટહાઉસ સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. નર્સ દર્દીની આર્થિક કેપેસિટી અનુસાર દસથી પંદર હજાર જેટલો ચાર્જ વસુલ કરતી હતી. અને ગર્ભ પરીક્ષણ જ્યાં કરાવવામાં આવતું હતું ત્યા પણ અલગથી ચાર્જ ચૂકવવામાં આવતો હતો. 

આ પણ વાંચો: ચાલુ ટેમ્પામાં ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક પટેલ સહિત 15 જુગાર રમતા ઝડપાયા

પોલીસે આરોપીનેમલતા કલ્પેશભાઈ (રહે. શાંતિનગર સોસાયટી, કલિકુડ, પોલકા) અને ત્રણગણુ ભાડુ વસૂલીને હોટલની રૂમ આપનાર ગેસ્ટ હાઉસના સંચાલક સચિન ભાનુભાઈ પટેલ (ઓ. પટેલ વાસ, કેશળા ગામ) સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નર્સ કહેમલતા અને ગેસ્ટહાઉસ સંચાલકની ધરપકડ કરાઈ છે. જ્યારે ગર્ભપાત કરાવનાર મહિલાને સિડિંગ વધુ થતું તોય અમદાવાદની સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખરોડવામાં આપી છે.ગેરકાયદે ગર્ભપાત દર્દી સારવાર હેઠળ છે તેમજ સતત તેની સાથે રહેવાં તેના નણંદ પણ પોલીસની અટકાયત હેઠળ હોસ્પિટલમાં જ છે. 

બે-ત્રણ વર્ષથી ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ચલાવાતું હતું: પોલીસની તપાસ 

ડી.વાય.એસપી. સાણંદ નીલમ ગોકવામીએ જણાવ્યું કે આરોપી નમ્ર હેમલતા કરજીએ ન સગનો કોર્ષ કર્યો છે અને ધોળકા અને બાવળાની અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કરી ચુકી છે. હાલ આરોપી નર્સ બાવળાનીલિન્દ્રા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આરોપી નર્સે ડોક્ટર સાથે કામ કર્યું હતું. આથી તે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી. છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ રીતે ગેરકાયદે ગર્ભપાત કરતી હતી. નર્સ પાસે ગર્ભપાત કરવા માટેની કે ટેબલેટ આપવી શકાય તેવી કોઇ ડિગ્રી ન હતી. નર્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનો ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવ્યો છે તે તપાસ બાદ જ સામે આવશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું, રાજકોટમાં 5 તો જૂનાગઢમાં પણ 1 દર્દી પોઝિટિવ

ગર્ભ પરીક્ષણ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવતું હતું. નર્સ સાથે બીજા કોણ સંકળાયેલા છે? આ સમગ્ર કૌભાંડ સંગઠિત રીતે (ઑર્ગેનાઇઝડ વે)માં ચાલતું હતું કે એકલા ચાલતું હતું? અત્યાર સુધી કેટલા ગર્ભપાત કરાવવામાં આવ્યા છે? નર્સ સામે અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે નહી? ગર્ભપાત દરમિયાન કોઈ મહિલાનું મૃત્યું નિપજ્યું છે? નર્સ ડિગ્રી નહીં ધરાવતી હોવા છતાં દવા કે ઇન્જેક્શન કોણ પુરૂ પાડતું હતું? તે અંગે નર્સની પુછપરછ હાથ ધરવામાં આવશે. 

Tags :