Get The App

જામનગર જિલ્લાના ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો 1 - image

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી કરી કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે 20:45 વાગ્યે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિકોણબાગ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોર્ડ કંપનીની ફીગો કાર (રજી. નં. જી.જે. 27 એ.પી. 3030)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4 બોટલ મળી આવી હતી.

 પોલીસે કારચાલક યુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ. 39, રહે. જારીયા ગામ, તા. ધ્રોલ)ને કાયદેસરની પરમીટ વિના દારૂ રાખવા બદલ ઝડપી પાડ્યો હતો. કારની અંદાજિત કિંમત રૂ.1,00,000 તથા દારૂની કિંમત રૂ.600 મળી કુલ રૂ.1,00,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.