Gujarat

મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા

By GS TEAM
24 Nov 20251 min read
મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી વૃદ્ધ મહિલાઓને ટાર્ગટ કરીને સોનાની ચેઇન તોડી રહી છે. ખોખરામાં પંદર દિવસ પહેલા મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની સોનાની  રૃા. ૮૦ હજારની ચેઇન તોડીને આરોપી નાસી ગયા હતા. આજે સવારે પોલીસે બે આરોપીને મુદ્દામાલ સાથે પકડીને પાડયા હતા.

પોલીસે ઘરે આવીને ફોટા બતાવતાં વૃદ્ધાએ ઓળખી બતાવતા લૂંટનો ભેદ ઉકેલાયો

ખોખરામાં રહેતા વૃદ્ધાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં વિશાલભાઇ દંતાણી તથા દિપકભાઇ મારવાડી સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા. ૭ના રોજ વહેલી સવારે ખોખરા વિસ્તારમાં નવ નિર્માણ સ્કૂલ પાસેથી ચાલતા જતતા હતા. આ સમયે બાઇક ઉપર આવીને આરોપીઓ તેમના ગળામાંથી રૃા. ૮૦ હજારની સોનાની ચેઇન તોડીને નાસી ગયા હતા.