ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
આગ બાજુમાં રહેલા કેબિન, બે લારી, વીજ
ટ્રાન્સફોર્મમાં પ્રસરી જતાં મોટું નુકસાન ઃ સદનસીબે જાનહાની ટળી
વિરમગામ - વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા અવાડા પાસે અગમ્ય કારણોસર બંધ ફરસાણની કેબિનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.
વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા વચ્ચે અવાડા પાસે બુધવારે
મધ્યરાત્રિના ફરસાણની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી. બાદમાં કેબિનમાં રહેલ ગેસ
સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ રૃપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગની
ચપેટમાં બાજુમાં રહેલ એક કેબિન અને બે લારીઓ આવી ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસે
વિરમગામ નગરપાલિકાને કરતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર અને અગ્નિસામક સાધનો
સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ
મેળવ્યો હતો. ઘટના સ્થળે આજુબાજુના રહીશોના ટોળા ઉંમટી પડયા હતા. વિરમગામ ટાઉન
પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે
રાત્રિના બનેલ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગના કારણે બાજુમાં રહેલા વીજ
ટ્રાન્સફરને નુકસાન પહોંચ્યું છે. રાત્રિના વીજ પુરવઠો સલામતીના ભાગરૃપે બંધ
કરવામાં આવ્યો હતો.


