Get The App

માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી

મહિલાએ વાહન ચાલકને જાહેરમાં તમાચા મારતા લોકોના ટોળા જામ્યા બ્રિજ પર ટ્રાફિકજામ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી 1 - image


Vadodara: માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પાસે આજે બપોરે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત તથા તેઓ વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. મહિલાએ પણ વાહન ચાલકને તમાચા મારતાં લોકોના ટોળા જામ્યા હતા .

આ પણ વાંચો: વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી નદી કિનારે પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલા થેલા ઠાલવી જવાથી વિવાદ

શહેરના માંજલપુર અટલાદરાને જોડતા દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર આગળ જતા કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતો મોકલ ચાલક કારમાં ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે બંને વાહન ચાલકો વચ્ચે ઝઘડો થતા તેઓએ જાહેરમાં જ મારામારી શરૂ કરી દીધી હતી. ઉશ્કેરાયેલી મહિલાએ વાહનચાલકને જાહેરમાં જ તમાચા મારી દેતા લોકોના ટોળા જામ્યા હતા અને બ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

આ પણ વાંચો: હત્યાના ગુનામાં પાંચ વર્ષથી વધુ સમય જેલમાં રહેલા આરોપીના વચગાળાના જામીન નામંજૂર

ઘટના બાદ માંજલપુર પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને વાહન ચાલકોને છૂટા પાડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો, બંને વાહન ચાલકોને પોલીસ સ્ટેશન લઈ આવી પોલીસે કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.

Tags :