Gujarat

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ

By GS TEAM
23 Nov 20251 min read
સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ

વડોદરા,પરમિશન વગર સ્પા સેન્ટર ચલાવનાર સામે સમા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સમા  પોલીસે સમા સાવલી રોડ એસ. ૯ સ્ક્વેર કોમ્પલેક્સમાં  પ્રથમ માળે ચાલતા ફિલિંગ વેલનેસ સ્પામાં જઇને ચેકિંગ હાથ ધર્યુ હતું. સ્પામાં કાઉન્ટર પર માલિક બેઠા હતા. તેઓને સ્પા ચલાવવા માટે પોલીસ કમિશનરની  પરમિશન અંગે પૂછવામાં આવતા તેઓએ પરમિશન નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી, પોલીસે સ્પાના માલિક વિવેક લક્ષ્મણપ્રસાદ ગોયલ (રહે.સિદ્ધેશ્વર એલેક્સ, વેમાલી ગામ, વડોદરા) ની સામે ગુનો દાખલ કર્યો છે.