For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વરાછાના માતાવાડીમાં જૈન મંદિર પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મહિલા હેલ્પલાઈનને કોલ મળ્યો, રુજજવલ ચેમ્બર્સમાં ખોટું કામ થાય છે : શરીર સુખ માણવા આવેલા ધો.12 ની પરીક્ષા આપનાર તરુણ અને બીબીએનો વિદ્યાર્થી ઝડપાયો

વરાછા પોલીસે મહિલા સંચાલક, મેનેજર અને એક તરુણ સહિત બે ગ્રાહક ઝડપાયા : રોકડા રૂ.48 હજાર, ચાર મોબાઈલ ફોન, 16 કોન્ડોમ મળી કુલ રૂ.98 હજારનો મુદ્દામાલ કબજે

Updated: Apr 26th, 2024

વરાછાના માતાવાડીમાં જૈન મંદિર પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

- મહિલા હેલ્પલાઈનને કોલ મળ્યો, રુજજવલ ચેમ્બર્સમાં ખોટું કામ થાય છે : શરીર સુખ માણવા આવેલા ધો.12 ની પરીક્ષા આપનાર તરુણ અને બીબીએનો વિદ્યાર્થી ઝડપાયો

- વરાછા પોલીસે મહિલા સંચાલક, મેનેજર અને એક તરુણ સહિત બે ગ્રાહક ઝડપાયા : રોકડા રૂ.48 હજાર, ચાર મોબાઈલ ફોન, 16 કોન્ડોમ મળી કુલ રૂ.98 હજારનો મુદ્દામાલ કબજે

સુરત, : સુરતના વરાછા માતાવાડી જૈન મંદિર પાસે રુજજવલ ચેમ્બર્સમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના અંગે કોઈકે મહિલા હેલ્પલાઈનને ફોન કરી કંઈક ખોટું કામ થાય છે તેવી માહિતી આપતા વરાછા પોલીસે ત્યાં રેઈડ કરી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી મહિલા સંચાલક, મેનેજર અને એક તરુણ સહિત બે ગ્રાહકને ઝડપી પાડી રોકડા રૂ.48 હજાર, ચાર મોબાઈલ ફોન, 16 કોન્ડોમ મળી કુલ રૂ.98 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા પોલીસ મથકના સ્ટેશન અમલદારને ગતરોજ મહિલા હેલ્પલાઈન પરથી મેસેજ મળ્યો હતો કે કોઈકે હેલ્પલાઇન પર ફોન કરી તેવું કહ્યું હતું કે વરાછા માતાવાડી જૈન મંદીર પાસે રુજજવલ ચેમ્બર્સમાં બીજા માળે તેના ઘરની સામે કાંઈક ખોટુ કામ થાય છે.આ મેસેજના આધારે વરાછા પોલીસે ત્યાં રેઈડ કરતા ત્યાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું મળ્યું હતું.પોલીસે સ્પાની મહિલા સંચાલક નસરીન રામચન્દ્ર સ્વાઈ ( ઉ.વ.24, રહે.રુજજવલ ચેમ્બર્સ, રઘુવીર પાર્સલ સર્વિસની ઉપર, બીજા માળે, જૈન દેરાસરની સામે, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મુળ રહે.કોલકત્તા, પ.બંગાળ ),
મેનેજર સુધાંશુ પપ્પુસિંગ રાજપુત ( ઉ.વ.26, રહે.મકાન નં.બી/301, રામ રાજ્ય સોસાયટી ગાયત્રી સોસાયટીની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત ) ને ઝડપી પાડી ત્યાંથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી.

Article Content Image

પોલીસે ત્યાં શરીરસુખ માણવા આવેલા હાલમાં જ ધો.12 સાયન્સની પરીક્ષા આપનાર 17 વર્ષના તરુણ અને બીબીએમાં અભ્યાસ કરતા 18 વર્ષીય ઉત્સવ ભરતભાઈ સોનાણી ( રહે.મકાન નં.22, ભક્તિનંદન સોસાયટી, એબીસી સર્કલ પાસે, મોટા વરાછા, સુરત. મુળ રહે.હનુભાના લીંબડા, તા.ઉમરાળા, જી.ભાવનગર ) ને ઝડપી લીધા હતા.પોલીસે કુટણખાનામાંથી રોકડા રૂ.48 હજાર, ચાર મોબાઈલ ફોન, 16 કોન્ડોમ મળી કુલ રૂ.98 હજારનો મુદ્દામાલ કબજે કરી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે મહિલા સંચાલકનો પતિ રામચન્દ્ર સ્વાઈ તેની બીજી પત્ની ભારતી સાથે અગાઉ વરાછામાં જ સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા ઝડપાયો હતો.

Gujarat