Gujarat

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડાયા

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેનને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેનનું ટાયર ફાટી જતાં પલ્ટી મારી ગયું હતું. જેથી તેમાં બેઠેલા આઠ જેટલા શ્રમિકો ઇજાગ્રત બન્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડાયા

Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેનને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેનનું ટાયર ફાટી જતાં પલ્ટી મારી ગયું હતું. જેથી તેમાં બેઠેલા આઠ જેટલા શ્રમિકો ઇજાગ્રત બન્યા છે, અને તમામને ધ્રોળની સરકારી હોસ્પિટલના સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના બનાવ બાદ ધ્રોળનો પોલીસ કાફલો દોડતો થયો છે.

 જામનગર-ધ્રોલ હાઈવે પર આવેલ સોયલ ટોલનાકા નજીક આજે સવારે અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ પંથકમાંથી મજુરોને લઈને જઈ રહલા બોલેરો પીકઅપવાનનું ટાયર ફાટી જતાં અકસ્માત નડ્યો હતો. 

આ દરમિયાન પિકઅપવાનમાં સવાર 8 જેટલા મજુરોને નાની મોટી ઈજા થઈ હતી. જેને લઇને લોકોના ટોળા એકઠા થયા હતા. દરમિયાન સ્થાનિકો દ્વારા 108  એમ્બ્યુલન્સને જાણ કરતાં તેનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને તમામ ઇજાગ્રસ્તોને ધ્રોળ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 કેટલાક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.