Gujarat

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 713 દર્દીઓ ગંભીર

By GS Team
23 Jul 20201 min read
This article was originally published on 23 Jul 2020
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 713 દર્દીઓ ગંભીર

સુરત, તા. 23 જુલાઈ 2020, ગુરૂવાર

સુરતમાં કોરોનાની રફતાર તેજ હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 423 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 601 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 527 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 21- વેન્ટિલેટર, 38- બાઈપેપ અને 468 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 215 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 186- દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 13 વેન્ટિલેટર, 12- બાઈપેપ અને 161 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.