Get The App

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર 1 - image

નિલમબાગ પોલીસે બે જુદી-જુદી ટિમો બનાવી ફરાર તબીબોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા

ભાવનગરભાવનગરમાં ચકચાર મચાવનાર મેડિકલ કોલેજ રેગીંગ કાંડ મામલે આખરે ૪૮ કલાક બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ત્યારે તમામ કહેવાતા સાત સસ્પેન્ડેડ ડોક્ટરો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડી ફરાર થઈ ચૂક્યા છે નિલમબાગ પોલીસે બે જુદી-જુદી ટિમો બનાવી ભાગેડુ ડોક્ટરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

ાવનગર સરકારી મેડીકલ કોલેજના ઓર્થોપેડીક વિભાગમા મદદનીશ પ્રાધ્યાપક ડો.અજયભાઇ જસમતભાઈ સેંતા એ નિલમબાગ પોલીસ મથકમાં તા.૨૦ જૂન ૨૦૨૬ના રોજ ડો.વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડો.જયંત દેવાણી, ડા પ્રવીણ વર્મા, ડા ધર્મેન્દ્ર દયાળ, ડા. વિશાલ ડાભી, ડા. અમન વર્મા, ડા. દિવ્ય મોદી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ માર્ચ થી તા.૧૪ જૂન સુધી ભાવનગર સર.ટી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે ભોગબનનાર પ્રથમ વર્ષના તેર રેસીડન્ટ ડોકટરોને બીજા વર્ષના સાત રેસીડન્ટ ડોકટરો જેમાં ડો. વિર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડો.જયંત દેવાણી, ડો. પ્રવિણ વર્મા, ડો. ધર્મેન્દ્ર દયાળ, ડો. વિશાલ ડાભી, ડો.અમન વર્મા, ડો. દિવ્ય મોદી દ્રારા એકબીજાની મદદગારી કરી, જુનિયર તેર રેસિડેન્ટ ડોકટરોને અલગ અલગ રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવતાની સાથેજ ચકચાર મચી જવા પામી હતી.જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સસ્પેન્ડેડ સાતેય ડોક્ટરો ફરાર થઈ ગયા હતા.નિલમબાગ પોલીસે બે જુદી-જુદી ટિમો બનાવી ફરાર તબીબોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.