Get The App

અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી 1 - image


Ahmedabad News: સાડાસાતી માત્ર માનવીના જીવનમાં આવે એવું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીસ વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપને પણ સાત વર્ષથી સાડાસાતી નડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં બનાવાયેલા ફલાય ઓવરબ્રિજ, રેલવે બ્રિજ એક અથવા બીજા કારણસર વિવાદમાં આવતા ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકાઈ છે. હાટકેશ્વર ઉપરાંત પાંજરાપોળ, પલ્લવ જંકશન, રાણીપ રેલવે બ્રિજ તથા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બ્રિજ વિવાદની શું અસર થાય છે તે આવનારી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પરિણામ પછી સામે આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત

ટ્રાફિક ઘટાડવા બ્રિજ પ્રોજેક્ટ નિષ્ફળ? 

શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તાર, વધતી વસ્તી અને વાહનોને લઈને દરેક વિસ્તારમાં કોઈપણ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો હવે જાણે કે, સામાન્ય બની ગયા છે. આ પરિસ્થિતિને કેવી રીતે હળવી કરવી એનુ કોઈ નક્કર આયોજન દીર્ઘ દ્રષ્ટીથી કરવામાં કોર્પોરેશનનો બ્રિજ પ્રોજેકટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડયો છે. વર્ષ-2017માં રૂપિયા 40 કરોડના ખર્ચે બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ માંડ બે-ચાર મહિના જ ઉપયોગમાં લઈ શકાયો હતો. હાલ આ બ્રિજ શ્રી ગણેશ કન્સટ્રકશન દ્વારા તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે.

હાઇકોર્ટમાં બાહેંધરી છતાં કપાયા વૃક્ષો

કેટલાક અધિકારીઓને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરાયા પછી હાટકેશ્વર બ્રિજની તપાસ કોર્પોરેશન તરફથી અભેરાઈ ઉપર ચઢાવી દેવામા આવી છે. સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા વિજય ક્રોસ રોડથી નહેરૂનગર તરફ સ્પલીટ ટુ લેન,ફલાયઓવરબ્રિજ બનાવવા સુચન કરાયુ હતુ. તેના બદલે સત્તાધીશોએ આઈ.આઈ.ટી.રામના રિપોર્ટના આધારે બ્રિજની દિશા બદલી નાંખી. આ ફલાયઓવર બનાવવા વૃક્ષો નહીં કાપવાની હાઈકોર્ટમાં બાંહેધરી અપાયા પછી પણ કોર્પોરેશન તરફથી મોટી સંખ્યામાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો કપાવી નાંખી સાબિત કર્યુ કે, તેમના માટે પર્યાવરણ નહીં બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર મહત્ત્વના છે.

આ પણ વાંચોઃ જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારીઓને તાકીદ

કયા બ્રિજ સાથે કયો વિવાદ જોડાયો?

  1. હાટકેશ્વર બ્રિજ, વર્ષ-2017માં રૂપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાકટર અજય ઈન્ફાકોન દ્વારા બનાવાયો. નબળી ગુણવત્તાવાળા આ બ્રિજને ઉપયોગ શરૂ કર્યાના ગણતરીના મહિનામા બંધ કરી દેવો પડયો. અંતે વર્ષ-2025માં બ્રિજ તોડવા માટે નિર્ણય કરાયો.
  2. રાણીપ ફલાય ઓવરબ્રિજ, બે વર્ષમાં બ્રિજની કામગીરી પુરી કરવાની હતી. તે વર્ષ-2023માં પુરી કરાઈ.રેલવે પાસેથી પાંચ હજાર સ્કેવરમીટર જગ્યા લેવામા બે વર્ષ લાગ્યા.રેલવેને જગ્યા માટે કોર્પોરેશન તરફથી રૂપિયા ૫૦ કરોડ ચૂકવવામા આવ્યા.
  3. અજીત મિલ ફલાય ઓવરબ્રિજ, ડિસેમ્બર-2021માં ખુલ્લો મુકાયો. બ્રિજ ખુલ્લો મુકાયા પછી કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં આવ્યુ કે, બ્રિજ નીચેથી ટ્રન્ક વોટર મેઈન પસાર થાય છે. આ કારણથી બ્રિજની ડિઝાઈન બદલવી પડી.
  4. પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ, વર્ષ-2017માં બ્રિજ માટે મંજૂરી અપાઈ. અહીં પણ સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અંડરપાસ બનાવવા સૂચવવામા આવ્યુ હતુ. બ્રિજ બનાવવાની શરૂઆત સમયે ખબર પડી કે, ઉપરથી હાઈટેન્શન લાઈન ઈન પસાર થાય છે. તેને અંડરગ્રાઉન્ડ કરવા વધારાનો રૂપિયા 18 કરોડનો ખર્ચ કરવો પડયો.
  5. ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ, ફોરલેન બ્રિજ બનાવવા સૂચન હતુ. ફાઈવલેન બ્રિજ બનાવાયો. ગાંધીજીની પ્રતિમાને ખસેડવા તથા વધારાના સ્ટ્રકચર માટે રૂપિયા દસ કરોડ વધુ ખર્ચ કરાયો.
  6. પાંજરાપોળ ફલાય ઓવરબ્રિજ, વિજય ચાર રસ્તાથી નહેરૂનગર તરફ બનાવવાના સૂચનને ફગાવી દેવાયુ. રૂપિયા 62 કરોડના અંદાજ સામે રૂપિયા 78.61 કરોડના ખર્ચથી બ્રિજનું કામ અપાયુ.
  7. સતાધાર ફલાય ઓવરબ્રિજ, વર્ષ-2023માં બ્રિજ માટે મંજૂરી અપાઈ. બ્રિજનો ડીફેકટ લાયાબલીટી પિરીયડ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો કરાયો.

કયા બ્રિજના કોણ કોન્ટ્રાક્ટર

નામકોન્ટ્રાક્ટર
હાટકેશ્વરઅજય ઇન્ફ્રાકોન
રાણીપવિજય મિસ્ત્રી, સદભાવ, રાજકમલ
અજીતમીલઆર કે કન્સ્ટ્રક્શન
પલ્લવ જંકશનઅજય ઇન્ફ્રા
ઇન્કમટેક્સત્રિનેત્રી કન્સ્ટ્રક્શન
પાંજરાપોળરણજિત કન્સ્ટ્રક્શન
સતાધારઅનંતા પ્રોકોન


Tags :