અમદાવાદ,મંગળવાર
સારંગપુરમાં રહેતા યુવકે દેવું થતાં બેન્ક કર્મચારી સાથે મળીને મ્યુલ એકાઉન્ટ ખોલોવીને વિવિધ રાજ્યાં લોકો સાથે લાખોની ઠગાઇ કરી હતી. કાગડાપીઠ પોલીસે ઓપરેશન મ્યુલ હંન્ટ હેઠળ તપાસ કરીને મ્યુલ બેંક એકાઉન્ટ ધારક સુધી પહોચીને ત્રણ આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સામે ગુજરાત સહિતના રાજ્યોમાંથી ઠગાઇની ૫૫ ફરિયાદો નોંધાઈ છે.
બેન્ક એકાઉન્ટ ભાડે રાખી લોકો પાસેથી રૃપિયા મેળવી ઓન જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી રૃપિયા મેળવી લેતા
કાગડાપીઠ પોલીસને સાયબર ક્રાઈમના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કાંકરિયા પાસે આવેલી ખાનગી બેંકનુ એકાઉન્ટ મળી આવ્યું હતું, જેમાં સાયબર ફ્રોડના નાણા અવાર નવાર ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પોર્ટલ પર ચેક કરતા આ બેંક એકાઉન્ટ ધારક સામે વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં ગુજરાત સહિત જુદા જુદા રાજ્યામાં સાયબર ક્રાઈમની ૫૫ જેટલી ફરિયાદો થઇ હતી.
જેથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પો.કો. લક્ષ્મણભાઇએ સારંગપુર ખાતે રહેતા જીગરભાઇ તથા ઇસનપુરમાં રહેતા ઉંમંગભાઇ અને રામોલમાં રહેતા મુકિમ સામે ફરિયાદ નોંધાવી છે કે જીગર ઝાલાના નામે એકાઉન્ટ ખુલ્યું હોવાનુ જાણવા મળતા તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેમને દેવુ થઇ જતા રૃપિયાની જરૃરિયાત ઉભી થઇ હતી. એટલે તેણે ઇન્ડસન્ડ બેંકમાં કામ કરતા તેના ઓળખીતા મિત્ર ઉમંગભાઇને વાત કરતા તેમણે મદદ કરવાની હા પાડી પરંતુ એકાઉન્ટ ખોલાવશે તો તેને રૃ.૪૦ હજાર મળશે તેવી વાતચીત કરતા આથક તંગીમાં આવેલા આરોરીએ પોતાના નામે એકાઉન્ટ ખોલાવી દીધું અને બેંકના એટીએમ ચેકબુક સહીતની આખી કીટ મિત્રને આપી દીધી હતી. ત્યારબાદ કાગડાપીઠ પોલીસે ઉમંગની ધરપકડ કરતા તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે રામોલમાં રહેતા તેના મિત્ર મુકીમને એકાઉન્ટની વિગતો અને તેની કીટ આપી દીધી હતી. અને તેના બદલામાં પોતે કમિશન પણ લેતો હતો.


