ઘોઘારોડ, રાણપુર, ઘોઘા, ઢસા અને બરવાળા પોલીસના દરોડા
પોલીસે
વિદેશી દારૃ, બિયર મળી રૃા.૧૯ હજારનો મુદ્દામાલ કબજે લીધા
ભાવનગર -
ભાવનગર અને બોટાદ જિલ્લામાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા
પાડી વિદેશી દારૃ અને બિયર સાથે પાંચ ઇસમને ઝડપી લીધા હતા. જ્યારે બે મહિલા સહિત
ત્રણ લોકો ફરાર થઈ ગયા હતા.
ભાવનગર
શહેરની મધ્યમાં આવેલ ઘોઘા રોડ પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી ૨૬ વિદેશી
દારૃની બોટલ અને ૩૦ બિયરના ટીન મળી રૃ.૮૮૭૦ના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા
હતા. જ્યારે બે મહિલા ફરાર થઈ જવા પામે હતી. તેમજ ઘોઘા પોલીસે પોલીસ સ્ટેશન
વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૃની એક બોટલ રૃ.૧૨૫ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો
તેમજ રાણપુર પોલીસે એક ઈસમને બિયરની ૧૦ બોટલ રૃ.૧૪૦૦ સાથે ઝડપી લીધો હતો.તથા
બરવાળા પોલીસે વિદેશી દારૃની ૮૪ બોટલ રૃ.૮૪૦૦ જપ્ત કરી હતી. જ્યારે શખ્સ ફરાર થઈ
ગયો હતો.તદુપરાંત ઢસા પોલીસે એક શખ્સને વિદેશી દારૃની બે બોટલ રૃ.૧૨૪૮ સાથે ઝડપી
લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


