Gujarat

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ

By GS TEAM
15 Mar 20261 min read
કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ

- મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વને લઇ ગેસની અછત 

- મામલતદારની ટીમે હોટેલ, રેસ્ટોરન્ટ, લારીઓમાં તપાસ કરી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી 

કપડવંજ : ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્વના પગલે ઘરેલું અને કોર્મશિયલ ગેસની અછત ઉભી થઇ છે. જે વચ્ચે કપડવંજમાં હોટલ,રેસ્ટોરન્ટમાંથી ઘરેલું ગેસના ગેસના પાંચ સિલિન્ડર સિઝ કરવામાં આવ્યા છે અને મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. 

મધ્ય -પૂર્વના દેશોમાં યુદ્વને લઇ કપડવંજ સહિત ખેડા જિલ્લામાં ગેસની તંગી સર્જાઇ છે અને ગેસના સિલિન્ડર મેળવવા માટે લોકો મથામણ કરી રહ્યાં છે. હોટલ, રેસ્ટોરેન્ટમાં ગેરકાયદે રીતે ઘરેલુ ગેસનો ઉપયોગ ન થાય તે માટે તકેદારી રાખવા માટે સુચના આપવામાં આવી હતી અને મામલતદારની ટીમે કપડવંજની હોટલ, રેસ્ટોરન્ટ, લારીઓ પર તપાસ હાથ ધરી હતી અને ઘરેલું પાંચ ગેસના સિલિન્ડર જપ્ત કર્યા હતા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

મામલતદાર કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે, કોર્મશિયલ યુનિટમાં તપાસ કરતા ગેરકાયદગેસર ઘરેલું ગેસના ઉપયોગ કરતા પાંચ સિલિન્ડર જપ્ત કરાયા છે. ઘરેલુ ગેસનો કોર્મશિયલ ઉફયોગ થતો હશે અને ફરિયાદ કરવામાં આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે.દરેક એજન્સીઓને એજન્સીની બહાર ઘરેલું ગેસના ભાવ પત્રક અને સ્ટોક પત્રક ગ્રાહકો જોઇ વાંચી શકે તે રીતે લગાવવા માટે કડક સુચનાનો અમલ કરવાનો રહેશે.