Get The App

કડી નજીક અંડરપાસમાં પાણી ભરાતા 4 વાહનો ફસાયા, 1નું મોત, 6 વાહનચાલકોનું રેસ્ક્યુ

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
કડી નજીક અંડરપાસમાં પાણી ભરાતા 4 વાહનો ફસાયા, 1નું મોત, 6 વાહનચાલકોનું રેસ્ક્યુ 1 - image


Unseasonal rain in kadi: સમગ્ર રાજ્યમાં બદલાયેલા વાતાવરણથી રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે રવિવારે રાત્રે કડીમાં ખાબકેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસ ભરાઇ ગયું હતું. જેના લીધે ચાર વાહનો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એક સ્કોર્પિયો ચાલકનું કરૂણ નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં માવઠાનો માર: દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં દોઢથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે કડીમાં ખાબકેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં સ્કોર્પિયો અને અલ્ટો કાર સહિત ચાર વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણાની ફાયર વિભાગ ટીમ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અલ્ટો અને સ્કોર્પિયો કારને બહાર કાઢી હતી. તરવૈયાની ટીમે રેસ્ક્યુ કરી 6 લોકો સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જોકે સ્કોર્પિયો ચાલક હર્ષદ પંચાલનું કરૂણ મોત નીપજ્યું હતું. 

મૃતક હર્ષદભાઇ પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ આઘાતજનક સાંભળીને પરિવારજનોમાં સોફો પડી ગયો હતો અને ગમગીનીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે દર વર્ષની માફક આ વર્ષે પણ અંડરપાસમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ છે. 


Tags :