Get The App

સૌરાષ્ટ્રમાં માવઠાનો માર: દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં દોઢથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં માવઠાનો માર: દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં દોઢથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો 1 - image

Gujarat Unseasonal Rains: ગુજરાતમાં કમોસમી વરસાદ-માવઠાનો માર હજુ યથાવત છે. રવિવારે (11મી મે) પણ રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.

19 જિલ્લામાં છુટો છવાયો વરસાદ

રાજ્યમા રવિવારે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ મુજબ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 72 મી.મી એટલે કે 2.83 ઈંચ, જૂનાગઢના માળિયા હાટિનામાં 45 મી.મી. એટલે કે 1.77 ઈંચ અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ત્રણેય જિલ્લામાં બપોરના બે વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં જુદા જુદા સ્થળે વરસાદ નોઁધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો હોત.

જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પોશીનામાં 18 અને કચ્છના ભુજમાં ચાર મી.મી.વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાના વિવિધ તાલુકામાં 1થી15 મી.મી. સુધીનો સરેરાશન વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત્ છે અને આજના દિવસમાં 19 જિલ્લામાં થોડાથી વધતા પ્રમાણમાં જુદા જુદા સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ઉકળાટનું પ્રમાણ વધતાં લોકો ત્રસ્ત

અમદાવાદમાં દિવસ દરમિયાન ઉકળાટનું પ્રમાણ વધતાં લોકો ત્રસ્ત થયા હતા. અમદાવાદમાં સરેરાશ મહામ તાપમાન 36.6, હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું હતું. મંગળવારથી અમદાવાદમાં તાપમાન 40ને પાર જતાં ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ગુરૂવારથી અમદાવાદનું તાપમાન 41 ને પાર જઇ શકે છે. સોમવારે (12મી મે) ભેજનું પ્રમાણ વધીને 80 ટકા થવાની સંભાવના છે. 

સૌરાષ્ટ્રમાં માવઠાનો માર: દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં દોઢથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો 2 - image



Tags :