Gujarat

ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ- 2025 માં 36 હત્યા થઈ

By GS TEAM
7 Jan 20263 mins read
ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ- 2025 માં 36 હત્યા થઈ

- વર્ષ-2024 ની સરખામણીએ 2025 માં હત્યાના બનાવોમાં ઘટાડો

- 2025 માં સૌથી વધારે મે, ઓગસ્ટ અને નવેમ્બરમાં સૌથી વધારે હત્યાના બનાવો બન્યા હતા

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૪ની સખામણીએ વર્ષ-૨૦૨૫માં હત્યાના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-૨૦૨૪માં શહેર-જિલ્લામાં હત્યાના ૪૬ બનાવો બન્યા હતા. જેની સામે વર્ષ-૨૦૨૫માં હત્યાના બનાવો ઘટીને ૩૬ થયાં છે. ભાવનગરમાં શરીર સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધારે જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે હત્યાના બનાવો ઘટયા છે પરંતુ તેની સામે હત્યાના ચકચારી બનાવો વર્ષ ૨૦૨૫માં બન્યા છે. જેની રાજ્યભરમાંં ચર્ચાઓ થઈ હતી. વર્ષ-૨૦૨૫ના મે, ઓગસ્ટ અને નવેમ્બરમાં હત્યાના સૌથી વધારે પાંચ-પાંચ બનાવો બન્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધારે જોવા મળી છે અને આ શરીર સંબંધિત ગુનાઓ ઘણીવાર હત્યામાં પરિવર્તિત થતાં હોય છે. શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસતંત્ર કામગીરી કરે છે પરંતુ તેમ છતાં અસામાજીક તત્વો દ્વારા કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકવામાં આવતો હોય તેવી સ્થિતિ નિર્માણ પામે છે. વર્ષ-૨૦૨૫માં પણ આવી સ્થિતિ નિર્માણ પામી હતી. આંકડાઓ પ્રમાણે ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫ના હત્યાના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના બનાવોમાં આશરે ૨૨ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-૨૦૨૪માં જ્યાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના ૪૬ બનાવો બન્યા હતા. જેની સામે ગત વર્ષ-૨૦૨૫માં ભાવનગર શહેર-જિલ્લામાં હત્યાના ૩૬ બનાવો બન્યા છે. વર્ષ-૨૦૨૪માં સૌથી વધારે ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં હત્યાના ૬-૬ બનાવો બન્યા હતા. જ્યારે સૌથી ઓછા માર્ચ અને ડિસેમ્બરમાં હત્યાના ૨-૨ બનાવો બન્યા હતા. જેની સામે ગત વર્ષ-૨૦૨૫માં બનેલા હત્યાના બનાવો પૈકી સૌથી વધારે મે, ઓગસ્ટ અને નવેમ્બરમાં ૫-૫ બનાવો બન્યા હતા. જ્યારે ફેબુ્રઆરી, માર્ચ અને ડિસેમ્બરમાં હત્યાનો એક પણ બનાવ બન્યો નહોતો. આમ, આંકડાઓ પ્રમાણે વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં હત્યાના બનાવો ઘટયા છે. પરંતુ ગત વર્ષના અંત ભાગમાં ભાવનગર શહેરમાં બનેલા હત્યાના બે ચકચારી બનાવોની રાજ્યભરમાં ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત પણ જિલ્લામાં ગત વર્ષે ઓનર કિલિંગ તથા લૂંટ વિથ મર્ડરના ચકચારી બનાવો પણ બન્યા છે.

વર્ષ-2025 માં હત્યાના ઘુ્રણાસ્પદ બે બનાવો ચર્ચાસ્પદ રહ્યાં

- શહેરના તળાજા રોડ કાચના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં વનવિભાગના એસીએફે કથિત પ્રેમિકાને પામવા માટે પત્નિ અને બે બાળકોની ઠંડાકલેજે હત્યા કરી પોતાનો ગુનો છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવતા રાજ્યભરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો.

- શહેરના કરચલિયાપરા વિસ્તારમાં લગ્નના દિવસ વહેલી સવારે યુવકે તેની ભાવિ પત્નિની ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ પણ ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ભાવનગરમાં છેલ્લા બે વર્ષમાં થયેલી હત્યાની વિગત

માસ

૨૦૨૪

૨૦૨૫

જાન્યુઆરી

૦૪

૦૨

ફેબુ્રઆરી

૦૪

--

માર્ચ

૦૨

--

એપ્રિલ

૦૩

૦૩

મે

૦૩

૦૫

જુન

૦૫

૦૪

જુલાઈ

૦૫

૦૩

ઓગસ્ટ

૦૬

૦૫

સપ્ટેમ્બર

૦૩

૦૨

ઓક્ટોબર

૦૩

૦૩

નવેમ્બર

૦૬

૦૫

ડિસેમ્બર

૦૨

--

કુલ

૪૬

૩૬