ઉકાઈ ડેમમાં પાણીની આવક સામે ડીસ્ચાર્જ ઘટતા સપાટી 342.82 ફુટ

57 હજાર ક્યુસેક ઇન્ફ્લો સામે40 હજાર ક્યુસેક આઉટફ્લો ઃ સિટીમાં પાછોતરું વરસાદી ઝાપટું પડયું


સુરત

57 હજાર ક્યુસેક ઇન્ફ્લો સામે40 હજાર ક્યુસેક આઉટફ્લો ઃ સિટીમાં પાછોતરું વરસાદી ઝાપટું પડયું

ઉકાઈના ઉપરવાસમાં વરસાદી વિરામ છતાં ડેમમાં પાણીની 57 હજાર ક્યુસેકના ઈનફ્લો સામે 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.પાણીની આવકની સામે જાવકમાં ઘટાડો નોંધાયા મોડી સાંજે ડેમની સપાટી 342.82 ફુટ પર સ્થિર રહી છે.

સુરત સહિત રાજ્યમાં હવે ચોમાસાની ઋતુના વિદાયની વચ્ચે હવામાન વિભાગે વધુ વરસાદી સિસ્ટમ સક્રીય થવાના પગલે સુુરતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.જેના પગલે આગામી ત્રણ ચાર દિવસોમાં સામાન્ય વરસાદની સંભાવના વચ્ચે નવરાત્રિના જોશ પર પાણી ફરી વળે તો નવાઈ નહીં.આજે સુરત શહેર-જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે સવારે સુરતના અડાજણ સહિતના છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાને બાદ કરતા વરસાદી વિરામની પરિસ્થિતિ જોવા મળી છે.

જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ નોધાયાના અહેવાલ વચ્ચે ડેમમા 57 હજાર ક્યુસેક પાણીની આવકની સામે 40 હજાર ક્યુસેક પાણી છોડવાનું જારી કરાયું હતુ.પરંતુ મોડી સાંજે પાણી આવકમાં ઘટાડો નોંધાઈને 39 હજાર ક્યુસેકની સામે જાવક 22 હજાર ક્યુસેક કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે પ્રકાશા ડેમમાંથી 43 હજાર તથા હથનુર  ડેમમાંથી 41 હજાર ક્યુસેક પાણી ડીસ્ચાર્જ કરવામાં આવ્યું હતુ.


City News

Sports

RECENT NEWS