For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

3 કૃષિ કાયદા પરત ખેંચાતા સૌરાષ્ટ્રમાં ગામેગામ ઉજવણી

- ભાજપે કાયદાને ખેડૂતોના હિતનો હોવાની વાત દોહરાવી

- અમરેલીના ધારાસભ્ય ઠુમ્મરે લડત કરતા ખેડૂતોને અને ડેરે પીએમને અભિનંદન આપ્યા

Updated: Nov 19th, 2021

3  કૃષિ કાયદા પરત ખેંચાતા સૌરાષ્ટ્રમાં ગામેગામ ઉજવણી

કાયદા પરત લેવામાં ભાજપે બહુ સમય લગાડતા સેંકડો ખેડૂતો શહીદ થયા-કોંગ્રેસ : પોરબંદર, ગોંડલ, વડિયા, ધોરાજી, અમરેલી, જામનગર સહિત સ્થળોએ ફટાકડા ફોડી કોંગ્રેસે ખેડૂતોનો વિજયોત્સવ ઉજવ્યો

રાજકોટ, : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  દેશમાં વિરોધ અને વિવાદ જગાવનાર ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય જાહેર કરતા સૌરાષ્ટ્રમાં કિસાન નેતાઓ તથા કોંગ્રેસ દ્વારા ગામેગામ ઉજવણી કરાઈ હતી. ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને કોંગ્રેસે ખેડૂતોની મક્કમતા પાસે કેન્દ્રની તાનાશાહ સરકારે ઝૂકવા પડયાના નિવેદનો કર્યા તો કેટલાક કિસાન નેતાઓએ પી.એમ.ના નિર્ણયના આવકાર્યો અને ભાજપના સાંસદ સહિત નેતાઓએ અને કિસાન સંઘે આ કૃષિ કાયદા ખેડૂતોના હિત માટે હોવાની વાત દોહરાવી હતી.

 રાજકોટ જિલ્લામાં ગોંડલમાં ત્રણ ખુણીયા સરદાર ચોક પાસે સરદારની પ્રતિમાએ હારતોરા કરીને ખેડૂતોની જીતની કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ હતી. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન,વાઈસ ચેરમેને આંદોલન અને અન્ય લોકોને પડતી હાડમારીને ધ્યાને લઈ કૃષિ કાયદા પરત ખેંચવા વડાપ્રધાને કરેલા નિર્ણયને આવકાર્યો હતો. ધોરાજીમાં કોંગ્રેસે કેન્દ્રની સરકાર કોઈનું સાંભળતી નહીં તેને ઝુકાવવા બદલ કિસાનોને અભિનંદન આપીને ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો હતો. ઉપલેટામાં ગુજરાત સંઘર્ષ સમિતિએ જણાવ્યું કે ભારતના ખેડૂતોની સંગઠન તાકાતે ખેડૂતોને જીત અપાવી છે. શહેરમાં મોં મીઠા કરાવીને આંદોલનનો અંત આવે તેવી કામના વ્યક્ત કરી હતી. 

જામનગરમાં યુવક કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત આગેવાનોએ રસ્તા પર ઉતરી આવીને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને જામનગર ઉપરાંત સિક્કા, લાલપુર, જોડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આતશબાજી કરાઈ હતી. પોરબંદરમાં ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવાની સરકારને ફરજ પડી છે તેમ કહીને કોંગ્રેસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે ૧૫ માસથી આ આંદોલન ચાલતું હતું. ચૂંટણી દેખાતા સરકારને કાયદા પરત લેવા ફરજ પડી છે. 

ભારતીય કિસાન સંઘના રાજીનામુ આપનાર પૂર્વ પ્રમુખે દિલિપ સખિયાએ કૃષિ કાયદા રદ કરવા બદલ  વડાપ્રાૃધાનનો આભાર વ્યક્ત કર્યો હતો તો કિસાન સંઘ દ્વારા આ કાયદાને ખેડૂતોના હિત માટે જરૂરી ગણાવતું નિવેદન કર્યું હતું. 

રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાશ અચકાવવા આ નિર્ણય લેવાયો છે. તેમણે એવો કટાક્ષ કર્યો કે જેમના લાભાાૃર્થે આ કાયદા હતા તે ઉદ્યોગપતિઓ પાસે  હા પડાવવામાં જાણે વાર લાગી હોય તેમ આ નિર્ણય મોડો લેવાયો છે જે કારણે સેંકડો ખેડૂતોએ શહાદત વ્હોરવી પડી છે. 

અમરેલીમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ આ મુદ્દે નિવેદનો આપ્યા તે બન્નેનો સૂર જુદો જુદો હતો. વીરજી ઠુમ્મરે આંદોલન ચલાવનાર ખેડૂતોને અભિનંદન પાઠવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને ખેડૂતોને ખેતીના માલિક મિટાવી દેવાના પ્રયાસરૂપે કાયદા આવ્યા હતા તેમ  નિવેદન આપ્યું તો ભાજપના પ્રદેશ પ્રમુખ સાાૃથે એક મંચ પર બેસનાર કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અંગેના વડાપ્રધાનના નિર્ણયને પણ આવકારતું સોફ્ટ નિવેદન આપ્યું હતું. 

Gujarat