Get The App

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ 1 - image

Vadodara Drowning Case : વડોદરાની સમા કેનાલમાં ધુળેટીના દિવસે ડૂબેલા યુવકની શોધખોળ માટે આખરે એસડીઆરએફની મદદ લેવામાં આવી છે. 

સમા સાવલી રોડ પર લીલેરીયા પાછળથી પસાર થતી કેનાલમાં ધુળેટીના દિવસે ડૂબેલા બે યુવક પૈકી એક જણાને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. જ્યારે બીજા યુવકનો પત્તો નહીં લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

ત્રણ દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે આજે એસડીઆરએફની પણ મદદ લેવામાં આવી છે. સવારથી જુદી જુદી ટીમો શોધખોળ કરી રહી હોવા છતાં હજી યુવકનો પત્તો નહીં મળતાં કેનાલનું પાણી ઓછું કરવા માટે પણ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.