Gujarat

બેંકોના ભરણામાંથી 3.87 લાખની જાલી નોટો મળી

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
બેંકોના ભરણામાંથી 3.87 લાખની જાલી નોટો મળી

દેશના અર્થતંત્રને પાયમાલ કરવાનું કારસ્તાન,

વડોદરા, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર

દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે કૌભાંડીઓ દ્વારા મોટે પાયે નકલી નોટો ચલણમાં મૂકવામાં આવતી હોય છે. રાષ્ટ્રીયકૃત તેમજ અન્ય બેંકોના ભરણામાંથી પણ આવી નોટો મળી આવતી હોય છે. પરંતુ ભારતીય ચલણની જાલી નોટોના કારોબારીઓ પોલીસને હાથ વલ્લે જ આવતા હોય છે.

વડોદરામાં પણ જુદી જુદી બેન્કોના ભરણામાં જુદા જુદા દરની જાલી નોટો મળી આવવાના બનાવો બન્યા છે. જે બાબતે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માર્ચ-2020 થી ફેબ્રુઆરી-2022 દરમિયાન વિવિધ બેંકોમાં કુલ રૂ.3.87 લાખની જાલી નોટો મળી આવી છે.

આ પૈકી સૌથી વધારે નકલી નોટો રૂ 500ના દરની 370 નંગ છે. જ્યારે રૂ બે હજારના દરની 79, બસો રૂપિયાના ઘરની 94 અને 100ના દરની 247 નોટો મળી આવી છે. જ્યારે 50 ના દરની 11 નોટ મળી છે.

જે બેંકમાંથી જાલી નોટો મળી આવી છે તેમાં સૌથી વધુ નોટ કોટક મહેન્દ્ર, બેંક ઓફ બરોડા, યશ બેંક અને એસબીઆઇ બેંકોના ભરણામાંથી મળી છે. જ્યારે,એચડીએફસી, આઈડીએફસી, આરબી એલ અને એયુ સ્મોલ ફાઇનાન્સ માંથી પણ નોટો મળી આવી છે.