Get The App

વિરમગામમાં માવા ફેક્ટરીમાંથી 2580 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામમાં માવા ફેક્ટરીમાંથી 2580 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક  જપ્ત 1 - image

વિરમગામ -  વિરમગામ નગરપાલિકાની સેનેટરી અને ફાયર ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હેઠળ હાંસલપુર જીઆઇડીસીમાં આવેલી 'એપલ માવા' બનાવતી રઘુવીર ટ્રેડિંગ ફેક્ટરી પર દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે જોખમી અને હલકી ગુણવત્તાના ,૫૮૦ કિલો પ્લાસ્ટિક રોલ મળી આવતા તે જપ્ત કરાયો હતો. પાલિકાએ માલિક પાસેથી રૃ.૧૦,૦૦૦નો દંડ વસૂલી કાર્યવાહી હાથ ધરી છે.