Get The App

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે 1 - image

વસતી ગણતરી માટેની તૈયારીઓ શરૃ, ત્રણ દિવસ કર્મચારીઓની તાલીમ

17 મેથી ઓનલાઈન ફોર્મ લોકો ભરી શકશે, ૧ જુનથી જનગણના-ર૦ર૭ના પ્રથમ તબક્કાની કામગીરીમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે

ભાવનગરભારતની જનગણના (વસતી ગણતરી) ર૦ર૭ના આગામી દિવસોમાં કરવામાં આવશે, જેના ભાગરૃપે ભાવનગર મહાનગરપાલિકાએ વસતી ગણતરીની પ્રાથમિક તૈયારીઓ હાથ ધરી છે અને આ કામગીરી માટે અધિકારી-કર્મચારીઓના ઓર્ડર કર્યા છે. હાલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 

છેલ્લા ઘણાં વર્ષથી વસતી ગણતરી કરવામાં આવી નથી ત્યારે હવે ભારતની જનગણના-ર૦ર૭ના આગામી દિવસોમાં કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાએ વસતી ગણતરી માટે પ્રાથમિક તૈયારીઓ હાથ ધરી છે, જેના માટે શહેરમાં આશરે ૧૩૦૦ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીની કામગીરી કંઈ રીતે કરવી ? તેની માટે તા. ૧૩ થી તા. ૧પ મે સુધી કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. કર્મચારીઓની બે દિવસની તાલીમ હાલ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે શુક્રવારે તાલીમનો અંતિમ દિવસ છે, જેમાં મહાનગરપાલિકા, શિક્ષકો સહિતની શહેરની કચેરીના કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. આગામી તા. ૧૭ મેથી ઓનલાઈન ફોર્મ લોકો ભરી શકશે અને વસતી ગણતરીમાં પોતાનુ નામ નોંધાવી શકશે. આગામી તા. ૧ જુનથી જનગણના-ર૦ર૭ના પ્રથમ તબક્કાની કામગીરીમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે.

વસતી ગણતરીને લઈ હાલ મહાપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે અને આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે વસતી ગણતરીમાં વિલંબ થયો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત માર્ચ માસની શરૃઆતમાં વસતી ગણતરી માટે ૧૧ અધિકારીઓ હુકમ કરવામાં આવ્યા છે, જેમાં ૮ અધિકારીઓને ચાર્જ સેન્સસ ઓફીસરની જવાબદારી સાથે વોર્ડની ફાળવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ૧૩ વોર્ડ છે તેથી આ અધિકારીઓને આશરે બે-ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. વસતી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી ગત તા. ર૦ એપ્રિલથી તા. ૧૯ મે-ર૦ર૬ દરમિયાન કરવાની હતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા વસતી ગણતરીની કામગીરી બંધ રાખવામાં આવી હતી. ચૂંટણીના કારણે વસતી ગણતરીની કામગીરીમાં વિલંબ થયો હોવાનુ સુત્રોએ જણાવેલ છે.