જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Crime : જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારના રહેતા એક પાનના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 117 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ પાનના વિક્રેતા આરોપીની અટકાયત કરી છે. જેની પૂછપરછમાં સપ્લાયરનું નામ ખૂલ્યું છે.
જામનગરના સિટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જામનગરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દરોડો પડ્યો હતો. ત્યાં રહેતા અને પાનની દુકાન ચલાવતા અજય કરસનભાઈ માનસુરીયાના મકાનની તલાસી લેતાં તેના મકાનમાંથી 117 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન વગેરે સહિત 51,000 ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન જામનગરમાં જ રહેતા અનિલ ઉર્ફે ટેણી ઉર્ફે લાલિયો રાજેશભાઈ માનસુરીયાએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.








