રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા

ગાંધીનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડેડ
કુલ ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્તાઃવાહનો સીઝ કરાયા ઃ માલિકો સામે પણ કાર્યવાહી કરાશે ઃ રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવાશે
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મહેલુ દવેના માર્ગદર્શનને પગલે
મદદનીશ ભૂસ્તરશાી પ્રણવસિંહની સુચના હેઠળ ચાલતી રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ દરમિયાન
કલોલ તાલુકાના ખાત્રજ-કલોલ રોડ પરથી સાત વાહનો પકડાયા હતા. આમાંના કેટલાક વાહનો
રોયલ્ટી પાસ વગર સાદી રેતી વહન કરતા હતા,
જ્યારે અન્યમાં નિયત મર્યાદા કરતાં વધુ ઓવરલોડ જોવા મળ્યું હતું. આ કાર્યવાહીએ
સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ વેપારની ગંભીરતા દર્શાવી છે, જે પર્યાવરણ અને
સરકારી આવકને નુકસાન પહોંચાડે છે.કલોલ-અડાલજ રોડ પરથી વધુ ત્રણ વાહનો ઝડપાયા અહીં
પણ રોયલ્ટી પાસ વગર અથવા ઓવરલોડના આરોપો હેઠળ કાર્યવાહી કરાઈ હતી.
અડાલજ વિસ્તારમાંથી બે વાહનો પકડાયા હતા.પાટનગરના સરગાસણ
પાસેથી પણ રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડેડ વાહનો ઝડપાયા હતા. પીપળજ ચેકપોસ્ટ પાસેથી
પણ આવી જ રીતે ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું.આ કુલ ૧૧ વાહનોની જપ્તીએ જિલ્લાના
વિવિધ તાલુકાઓમાં ફેલાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉજાગર કરી છે.ડમ્પર પકડાયા છે
તેમના માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તથા આગામી દિવસોમાં રાત્રી ચેકીંગની
ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે તેમ ભુસ્તર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.








