બોટાદ જિલ્લામાં જુગાર રમતા ૪૫ શખ્સ ઝડપાયા,૫ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ રૃરલ બરવાળા ગઢડા અને રાણપુર પોલીસના દરોડા
પોલીસે પટમાં પડેલા રોકડા રૃ.૨.૫૭ લાખ કબ્જે લીધા
ભાવનગર - બોટાદ શહેર-જિલ્લામાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગારની બાજી માંડીને બેઠેલા ૪૫ જુગારીઓને ૨.૫૭ લાખ સાથે પકડી પાડયા હતા. જ્યારે પાંચ જુગારી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
બોટાદ પંથકમાં પોલીસે ભીમ અગિયારસની જુગારની બાજુ માંડી બેઠેલા જુગારીઓ પર ત્રાટકી ઝડપી પાડયા હતા. જેમાં બરવાળા પોલીસે ૯ જુગારીઓને રૃ.૨,૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પાંચ જુગારી સ્થળ પરથી નાસી છૂટયા હતા. જ્યારે ગઢડા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ૧૬ પત્તાબાજોને ૩૩,૮૮૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ બોટાદ રૃરલ પોલીસે ૯ શખ્સને જુગાર રમતા રૃ.૧૯૧૦ સાથે પકડી પાડયા હતા તથા રાણપુર પોલીસે ૬ જુગારીને રોકડા રૃ.૧૧,૮૫૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








