For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાયન્સ અમારું પ્રોફેશન બની શકે પણ ફાઇન આર્ટ અમારું પેશન છે

સાયન્સમાં અભ્યાસ કરેલા સ્ટુડન્ટ્સને ફાઇન આર્ટ્સમાં કરિયર બનાવવાનો ઝૂકાવ

Updated: Jul 26th, 2023

દરેક પરિવાર પોતાના બાળકો સાયન્સનો અભ્યાસ કરે અને સારી જગ્યાએ જોબ કરે તે માટે સખત મહેનત કરતા હોય છે. પણ સાયન્સનો અભ્યાસ કર્યા પછી કર્યા પછી સ્ટુડન્ટ્સ મનગમતા ફિલ્ડમાં જોડાઇ તેવું ઘણું ઓછું જોવા મળે છે ત્યારે શહેરની શેઠ.સી.એન. ફાઇન આર્ટ્સમાં સાયન્સનો અભ્યાસ કરનાર સ્ટુડન્ટ્સ આર્ટ સાથેના પેશનને લઇને જોડાઇ રહ્યા છે. આ વિશે સ્ટુડન્ટ્સે કહ્યું કે, સાયન્સનો અભ્યાસ કર્યા પછી અમને સારી જોબ મળી શકતી હતી પણ  પણ આર્ટ સાથેનો અમારો ઝૂકાવ હતો જેને લીધે અમે એડમિનશ લીધું છે. આર્ટ અમારી જીવંત કળા છે અને તેનાથી અમને ઘણી ખુશી છે.

 

આર્ટ મારા જીવનને ઘણી ખુશી આપે છે

સાયન્સ અમારું પ્રોફેશન બની શકે પણ ફાઇન આર્ટ અમારું પેશન છેસ્કૂલમાં અભ્યાસ કરવાથી સ્કેચ બનાવતી હતી જેને લીધે આર્ટ પ્રત્યેનો મારો લગાવ વધ્યો હતો. સાયન્સનો અભ્યાસનો એક પ્રોફેશન હતું પણ આર્ટ મારું પેશન છે. આર્ટ સાથે જોડાવાથી સારી ઓપર્ચ્યુનિટી છે તે માટેની સમજ પરિવારને આપી હતી જેને લીધે સાયન્સના અભ્યાસ પછી મને આર્ટમાં અભ્યાસ કરવાની છૂટ આપી હતી. દરેક વ્યકિત પોતાના મનગમતા ફિલ્ડમાં જોડાય તો તેમાં સારું પરફોર્મન્સ કરી શકે છે તેમ હું માનું છું.- જાહન્વી ભટ્ટ


આર્ટને લઇને સમાજમાં અવેરનેસ ઘણી ઓછી છે

Article Content Imageબીએસસી કર્યા પછી તો મારે મારા મનગમતા આર્ટ ફિલ્ડમાં જોડાવવું હતું. હાલના સમયને જોતા જોબ કરવી ખૂબ જરૃરી છે પણ આર્ટ સાથેના અતૂટ સંબંધને લઇને મને તેમાં વધુ અભ્યાસ કરવાની ઇચ્છા થઇ હતી. આર્ટને લઇને સમાજમાં અવેરનેસ ઘણી ઓછી છે તે વિશે પરિવારના સભ્યોને સમજ આપી હતી - કુંજલ લગારીયા


પિતાનું આર્ટિસ્ટ બનવાનું સ્વપ્ન હું પૂરું કરીશ

Article Content Imageધોરણ ૧૦માં હતી ત્યારથી મને ફાઇન આર્ટ સાથે જોડાવાની ઇચ્છા થઇ હતી પણ સાયન્સનો અભ્યાસ કરવાને લીધે જોડાઇ શકી ન હતી.  મારા પિતાને પણ આર્ટિસ્ટ બનવું હતું પણ આર્થિક સ્થિતિને લીધે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા ન હતા. પચ વર્ષ પહેલાં મારા પિતાનું અવસાન થયું છે ત્યારે હું સારી આર્ટિસ્ટ બનીને તેમનું સ્વપ્ન પૂર્ણ કરવું તે મારું લક્ષ્ય છે. -કૃપાલી ચૌહાણ


લૉકડાઉનનામાં આર્ટને ઇમ્પ્રુવમેન્ટ કરી હતી

Article Content Imageબાળપણથી મને ડ્રોઇંગ કરવાનો શોખ હતો. સાયન્સમાં વધારે આકૃતિ દોરવાની મળી રહે તે માટે 'બી' ગૂ્રપ પસંદ કર્યું હતું. લૉકડાઉનના સમયમાં હું મારી આર્ટને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી હતી. આર્ટ સાથે જોડાવાથી હું મારી લાઇફને એન્જોય કરવા માગું છું. સાયન્સનો અભ્યાસ મારા માટે એક રોલમોડલ બની રહ્યું છે અને તેનાથી આર્ટમાં મને ઘણી રીતે ઉપયોગી બની રહે છે. આર્ટ સાથે જોડાવાથી માતા-પિતા પણ ઘણાં ખુશ છે. - પાર્થ જાદવ


આર્ટ સાથેની દરેક પ્રવૃત્તિ મારો શ્વાસ છે

Article Content Imageમેં સાયન્સમાં બી.એસ.સી. પૂર્ણ કર્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારથી વિવિધ સ્કેચિંગ બનાવતી હતી. સાયન્સનો અભ્યાસ કરવાથી જોબ પણ મળવાની હતી પણ મારું મન આર્ટ્માં જોડાયેલું હતું. પરિવારના સભ્યોએ મને પોતાના મનગમતા ફિલ્ડમાં જોડાવા માટે મંજૂરી આપી હતી. આર્ટ સાથેની દરેક પ્રવૃત્તિ મારો શ્વાસ બની છેે. - યેશા જાગાણી

Gujarat