For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેડિયોપ્રેમી પાસે 1000થી વધુ રેડિયોનું કલેક્શન : તમામ રેડિયો જાતે જ રિપેર કરે છે

રાણીપમાં રહેતા ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રી આજે પણ રોજ 12 કલાક રેડિયો સાંભળવામાં વિતાવે છે

Updated: Aug 17th, 2023

1000રેડિયોપ્રેમી પાસે 1000થી વધુ રેડિયોનું કલેક્શન : તમામ રેડિયો જાતે જ રિપેર કરે છે

રાણીપ વિસ્તારમાં રહેતા ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રીએ નાની ઉંમરથી જ રેડિયોનો અનોખો શોખ છે. નાનપણમાં ઘરમાં રેડિયાની જરૂરિયાત પૂર્ણ ન થતા તેઓ રેડિયો સંગ્રહ કરવા લાગ્યા. તેમણે અત્યાર સુધીમાં 1000 થી પણ વધારે અલગ અલગ પ્રકારના રેડિયોનું કલેકશન કર્યું છે. તેમના ઘરમાં જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે રેડિયો ગોઠવ્યા છે. રેડિયો પ્રેમી ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રી સાથે વાત કરતા કહ્યું કે, નાનપણમાં મારા ઘરની આથક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ઘરમાં રેડિયો નહોતો. પરંતુ ભાડુઆતના ઘરે રેડિયો હોવાથી રોજ સવારે વહેલા ત્યાં પ્રભાતિયા સાંભળવા જતો. ત્યારબાદ ધોરણ 8માં ભણતો હતો ત્યારે શાળાના એક મિત્રને ત્યાં રેડિયો સાંભળવા 4 કિમી સાયકલ ચલાવીને જતો. આ સાથે કાંકરિયામાં જાહેરમાં માઇક દ્વારા પણ રેડિયો સંભળાવવામાં જતો. હાલમાં હું રોજ 12 કલાક તો રેડિયો સાંભળીને જ દિવસ પસાર કરુ છુંમારી પાસે માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી રેડિયોનું કલેક્સન છે. મેં મારા ઘરે રેડિયો કલેક્શન કરવાની શરૂઆત અમદાવાદમાં ભરાતા ગુજરી બજારમાંથી કરી હતી, જેમાંથી મેં મારો પ્રથમ રેડિયો 450 રૂપિયાનો જાપાનનો રેડિયો ખરીદ્યો હતો. જે બંધ હાલતમાં હતો અને તેને રીપેરીંગ કરવાનો 80 રૂપિયા ખર્ચ જેટલો થયો હતો. પરંતુ ધીમે ધીમે મેં જાતે જ રેડિયો રીપેરીંગ કરવાની શરૃઆત કરી. ત્યારબાદ મિત્રોના રેડિયો પણ રીપેરીંગ કરવા લાગ્યો. જેના કારણે મને આવક થવા લાગી હતી. મારી પાસે રેડિયો કલેક્શનમાં માત્ર ભારતના જ નહીં પરંતુ રશિયા, અમેરિકા, જાપાન, જર્મની જેવા દેશના રેડિયો કલેક્શનમાં છે. આ રેડિયોમાંથી 90% ચાલુ કન્ડિશનમાં છે.

 

કેસિયો વીથ રેડિયો

Article Content Imageઆ રેડિયો સાથે કેસિયો પણ જોડાયેલ છે. જેમાં માત્ર રેડિયો સેલ પર ચાલે છે. જ્યારે કેસીયો એ એલિમિનિટેર થી ૬વોલ્ટની મદદથી ઉપયોગ કરી શકાય છે.



ટોકાડિસ્કોસ

Article Content Imageટોકાડિસ્કોસ રેડિયો એ ઇ.સ. 1965નો છે અને મેડ ઇન જાપાનનો છે. જે રેડિયોની સાથે ગ્રામાફોન પણ છે. આ રેડિયો મને મારા મિત્રએ ગિફ્ટ આપ્યો છે.



AIWA CS M1

Article Content Imageઆઇવા સીએસ એમ૧ એ માઇક્રોકેસેટ રેકોર્ટર સાથે રેડિયો છે. આ પ્રકારના રેડિયો રીપોર્ટર, જાસૂસી કરતા લોકો ઉપયોગમાં લેતા હતા. આ રેકોર્ડરમાં 5 મિનિટનું રેકોર્ડિંગ કરી શકાય છે.



ટીવી રેડિયો

Article Content Imageઆ રેડિયોમાં એક સાથે બે ત્રણ વસ્તુઓ જોડાયેલ છે. જેમાં બ્લેક એન્ડ વાઇટ ટીવી, ટેપરેકોર્ડર અને એફએમ પણ છે. રેડિયો પણ 4 બેન્ડ વાળો છે, જેમાં એફએમ, મિડયમ વેવ, સોર્ટ વેવ 1, સોર્ટ વેવ 2 છે. આ રેડિયો 1980નો છે.


Adjutant 22RL500 Radio

Article Content Imageએડજ્યુટન્ટ ૨૨ આરએલ 500 રેડિયો એ 1970નો મેડ ઇન જર્મની રેડિયો છે. આ રેડિયોમાં રેર્કોડ પ્લેયર ચલાવી શકાય. આ સાથે રેડિયોને બહારથી અને એન્ટીના આપી શકાય છે, રેડિયો સ્ટેશન લોક કરી શકાય છે. સ્પીકર પણ કનેક્ટ કરાય છે.


સ્ટીરિયો FM AM ટયૂનર પેક રેડિયો

Article Content Imageઆ રેડિયોમાં એફએમ ટયૂનર નીકાળી લેવામાં આવે તો તે વૉકમેન કેસેટ પ્લેયર તરીકે યુઝ કરાતો હતો. જે 1965નો મેડ ઇન જાપાન છે.

Gujarat