For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજના યુગમાં ઇન્ટરડિસિપ્લિનરી ક્ષેત્રે સંશોધન સૌથી મહત્વની જરૃરિયાત છે

IITRAM ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેનેડાથી જીતેન્દ્ર શાલીન અને રશિયાથી મોઇનાક મઇતી ઉપસ્થિત રહ્યા હતા

Updated: Jan 2nd, 2019

Article Content Image

ઇન્સ્ટિટયુટ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઇઆઇટીરામ) ખાતે ૩૨મી ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ સ્પોર્ન્સડેની ઇન્ડો- કેનેડીયન મલ્ટી ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ ટ્રેન્ડ એન્ડ પ્રોસપેક્ટ વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેનેડા અને ભારતમાં રિસર્ચક્ષેત્રે ચાલી રહેલા ટ્રેન્ડ અને તેમાં રહેલી નવી તકો જેવા વિષયો પર  એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન  આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ૧૧૦ સંશોધન પેપર રજૂ કરાયા હતા જેમાં નેનો મટીરીયલ, પેટ્રોસ્કોપ, કાર્બન મટીરીયલ્સ, અંગ્રેજી, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન, અર્થશાસ્ત્ર જેવા વિષય પર સંશોધન પેપર સ્ટુડન્ટસ તથા પ્રોફેસરો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ વિશે વાત કરતાં પ્રો.જીતેન્દ્ર શાલીને કહ્યું કે, કેનેડામાં ઇન્ટરડિસિપ્લિનરીમાં સંશોધન વધારે પ્રમાણમાં   થાય છે. આજના યુગમાં ઇન્ટરડિસિપ્લિનરી ક્ષેત્રે સંશોધન સૌથી મહત્વની જરૃરિયાત છે. કેનેડામાં ભારત દેશના યુવાવર્ગ માટે રિસર્ચક્ષેત્રે ઘણી તકો રહેલી છે અને તેને આવકારે છે. ઇન્ડિયા સાયન્સ ટેકનોલોજી અને કાલ્ટન યુનિવર્સિટીએ એમઓયુ સાઇન કર્યા છે જે આવનારી પેઢી માટે રિસર્ચ ક્ષેત્રે ખૂબ ઉપયોગી બની રહેશે. કેનેડામાં સ્ટુડન્ટસ પોતાના વિષયમાં સંશોધન કાર્ય કરીને રિસર્ચક્ષેત્રે મહત્વની કામ કરે છે.

તેની સરખામણીમાં ભારતમાં રિસર્ચક્ષેત્રે સ્ટુડન્ટસને પૂરતું માર્ગદર્શન મળતું ન હોવાથી પાછળ રહી જાય છે જે ગંભીર સમસ્યા કહી શકાય છે. ડૉ. મીરા વસાણીએ કહ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ તમામ ફિલ્ડના તજજ્ઞાોના રિસર્ચ સ્કોલરને મળીને એકબીજાના જ્ઞાાનની આપ-લે કરી શકે તે માટેનો હતો. કાર્યક્રમમાં પ્રો.પ્રવિણ જાદવ, ડૉ. અદિતી સાવંત, (આઇએસીએસ) જગદીશ જોશી તથા બીજા તજજ્ઞાો હાજર રહ્યા હતા અને રિસર્ચ ક્ષેત્રે પોતાની વાત રજૂ કરી હતી.   

સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની માહિતી આપતું મોડલ તૈયાર કર્યું

વિશ્વના વિવિધ દેશો સ્ટોક માર્કેટના આધારે ચાલતા હોય છે. આ દેશના માર્કેટનાં ચઢાવ-ઉતારમાં કોઇ વ્યક્તિએ ક્યાં રોકાણ કરવું છે તેને ધ્યાનમાં રાખીને એક મોડલ તૈયાર કર્યું છે. જેમાં વિશ્વના  એકબીજા દેશના બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોકાણ કરવા માટેનું દિશાનિર્દેશ આપવાનું કામ કરે છે. - મોઇનાક મઇતી, ફાઇન્સાસ, રશિયા


Gujarat