આર્ટિસ્ટિક સ્કેટિંગમાં ચેમ્પિયન રહેલા કુંજે ધોરણ 10માં એ વન ગ્રેડ મેળવ્યો

By GS Team
11 Jun 20201 min read
This article was originally published on 11 Jun 2020
આર્ટિસ્ટિક સ્કેટિંગમાં ચેમ્પિયન રહેલા કુંજે ધોરણ 10માં એ વન ગ્રેડ મેળવ્યો

હું માનું છું કે, દરેક વિદ્યાર્થીને પોતાની પસંદગી મુજબની કામ કરવાની છૂટ આપવી જોઇએ. હું અભ્યાસની સાથે આઠ વર્ષથી નિયમિત બે કલાક સુધી આર્ટિસ્ટિક સ્કેટિંગની પ્રેક્ટિસ કરું છું અને વિવિધ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેન્ટ થયો છું. અત્યાર સુધીમાં પાંચવાર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને મેડલ પણ જીત્યો છું. આ વર્ષે ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હોવા છતાં સ્ટેટ લેવલની સ્કેટિંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ, ખેલમહાકુંભમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે. આ વર્ષે ગણિતનું અઘરું પેપર હોવા છતાં ૯૨ અને વિજ્ઞાાનમાં ૯૫ માર્ક્સ મેળવ્યા છે. મારો ગોલ સાયન્સમાં બી ગૃપમાં વધુ અભ્યાસ કરવાનો છે. કુંજ ચોક્સી, પાલડી, અમૃત જ્યોતી સ્કૂલ


કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા છાયાબેનના દિકરાએ જ્વલંત સફળતા મેળવી

માતા વી.એસ.હોસ્પિટલમાં કોવિડ- ૧૯માં નર્સ તરીકે પોતાની સેવા આપે છે તેમના દિકરાએ ધોરણ ૧૦માં એવન ગ્રેડ સાથે ૯૦.૫૦ ૫ર્સન્ટેજ મેળવ્યા છે. મીત કહે છે સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત દિવસની ૫ કલાકની મહેનતથી અને દરેક વિષયનું શિડયુલ મુજબ વાંચન અને પ્રેકિટ્સને લીધે આ શક્ય બન્યું હતું. મારા પિતા પ્રાઇવેટ જોબ કરે છે. મારો ગોલ સાયન્સમાં વધુ અભ્યાસ કરવાનો છે.-મીત મકવાણા,  નવા વાડજ, સર્વયોગમ ઇગ્લિંશ સ્કૂલ, ગુલબાઇ ટેકરા